ભરૂચ,
ભરૂચ નર્મદા નદીમાં વધેલા પાણીના સ્તરને કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિ હવે નિયંત્રણમાં આવી છે. ગોલ્ડન બ્રિજ પાસે નદીની જળ સપાટી ગઈકાલે 28 ફૂટ સુધી પહોંચી ગઈ હતી, જે હાલ ઘટીને 25.80 ફૂટ પર આવી ગઈ છે. એટલે કે 2.25 ફૂટનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા બાદ નદીકાંઠા વિસ્તારોમાં વસતા લોકો તથા ખેડૂતોની ચિંતા હળવી થઈ છે. તેમ છતાં અંકલેશ્વર તરફ આરએમપીએસ સ્કૂલ જવાના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા, એ રસ્તો હાલ બંધ રાખવામાં આવ્યો છે.પૂર નિયંત્રણની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રએ ભરૂચ જિલ્લાના 14 ગામોને એલર્ટ જાહેર કર્યા છે અને તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.






