આમોદ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં વરસતા ભારે વરસાદને કારણે આમોદ-વાગરા માર્ગ પર પાણી ભરાઈ જતા ગ્રામ્ય વિસ્તારોમાં અવરજવર પર અસર પડી છે. બુવા ગામ નજીક માર્ગ પર પાણી ભરાઈ જતા એક ટેન્કર પાણીમાં ફસાઈ જવાની ઘટના બની હતી. ભૂખી ખાડીમાં આવેલા પાણી બુવા ગામ સુધી ઘુસી જતાં મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. જેના કારણે વાંગરાથી વાયા બુવા આમોદ જતો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને પાણી ઉતરતા માર્ગ વ્યવહાર પુનઃસ્થાપિત કરાશે તેવા સંકેતો આપવામાં આવ્યા છે.




