નર્મદા પૂરની અસર : વડોદરાના ચાણોદનો ઐતિહાસિક મલહાર રાવ ઘાટ પાણીમાં ગરકાવ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ચાણોદ, વડોદરા

– મલહાર રાવ 99 પગથિયાં નર્મદાના પુરમાં ગરકાવ : ચાણોદ આવતા ભક્તોને વિધિમાં વિલંભ

– 7 તારીખથી શ્રાદ્ધ પક્ષ શરૂ થવાનું હોય ચાણોદના પંડિતો ચિંતિત

નર્મદા ડેમમાથી વિશાળ જળ રાશિ નર્મદામાં છોડતા ઘોડાપુરની અસર જોવા મળી હતી જેમાં વડોદરાના ચાણોદનો ઐતિહાસિક મલહાર રાવ ઘાટ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. મલહાર રાવના 108 પગથિયાનો ઘાટ છે જે પૈકી જેના 99 પગથિયાં નર્મદાના પુરમાં ગરકાવ થઈ ગયા હતા જેને કારણે ચાણોદ આવતા ભક્તોને વિધિમાં વિલંભ થઈ રહ્યો છે. 7 તારીખથી શ્રાદ્ધ પક્ષ શરૂ થવાનું હોય ચાણોદના પંડિતો ચિંતિત બન્યા છે. નાવિકોની રોજગારી પણ બંધ થઈ ગઈ છે. ચાણોદમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. આજે સરદાર સરોવર નર્મદા ડેમ માંથી 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા. નર્મદા ડેમ માંથી 4.50 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું હોવાથી નર્મદા, ભરૂચ અને વડોદરાના 27 ગામોને અસર થઈ છે.

 

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!