વરેડીયા, ભરૂચ
પયગંબર હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ના જન્મદિવસ જશ્ને ઇદે મિલાદુન્નબીના પ્રોગ્રામની ઉજવણી આજે ભરૂચના વરેડીયા ગામ ખાતે ધામધૂમથી કરવામાં આવી હતી.
આ પવિત્ર અવસરે મુસ્લિમ સમાજ દ્વારા વરેડીયા ગામમાં ભવ્ય ઝુલૂસ કાઢવામાં આવ્યું હતું. આ ઝુલૂસમાં ગામના છોકરાઓ તથા આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. વરસાદી માહોલમાં પણ ગામ લોકોનો ઉત્સાહ ચરમ પર હતો. વહેલી સવારથી શરૂ થયેલા વરસાદ છતાં ગામ લોકોએ આ પવિત્ર દિવસનો ઉત્સાહ જાળવી રાખ્યો હતો. લોકો છત્રી અને રેઇનકોટ પહેરીને મસ્જિદમાં મુએ મુબારકના દીદાર કરવા પહોંચ્યા હતા. ઝુલૂસ દરમિયાન છોકરાઓ એ નાતે પાકની ટીલાવત કરી હતી જેનાથી સમગ્ર વાતાવરણ ધાર્મિક બની ગયું હતું. વરેડીયા ગામમાં વિવિધ સમુદાયના લોકો રહે છે અને આ જુલુસમાં ના કોઈ પોલીસ બંદોબસ્ત હતો કે ના કોઈ અન્ય સિક્યુરિટી છતાં પણ વિવિધતામાં એકતા એમ જુલુસમાં કોઈ અનિછનીય બનાવ બન્યો ના હતો જે ભાઈચારા અને કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણ હતું. આ પ્રસંગે મુસ્લિમ સમાજના આગેવાનોએ શાંતિ અને સદ્ભાવનાનો સંદેશ આપ્યો હતો. આ ઉજવણીએ ફરી એકવાર સાબિત કરી દીધું કે સાચી શ્રદ્ધા અને આસ્થા સામે કોઈપણ અવરોધ ટકી શકતો નથી.