ઝઘડિયા ડિવિઝનના છ પોલીસ મથકોમાં પકડાયેલ દારૂના જથ્થા પર રોલર ફેરવીને કરાયો નાશ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ઝઘડીયા, ભરૂચ

– છ પોલીસ મથકોમાં પકડાયેલ કુલ રૂપિયા ૪૬.૯૬ લાખની કિંમતની ૨૪૬૩૨ બોટલોનો નાશ કરવામાં આવ્યો

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ડિવિઝન ક્ષેત્રમાં આવતા છ પોલીસ સ્ટેશનોમાં પકડાયેલ પ્રોહિબિશનના ગુના હેઠળના દારૂના મુદ્દામાલનો જીઆઈડીસી ખાતે રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે વિવિધ પોલીસ મથકોમાં પ્રોહિબિશનના ગુના હેઠળ પકડાતા દારૂના જથ્થાનો પોલીસ અધિકારીઓ સહિત અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં રોલર ફેરવીને નાશ કરવામાં આવતો હોય છે તે અંતર્ગત ઝઘડિયા ડિવિઝનના છ પોલીસ મથકોમાં પકડાયેલ દારૂના જથ્થાનો આજે નાશ કરવામાં આવ્યો હતો. આ છ પોલીસ મથકોમાં ઝઘડિયા, નેત્રંગ, રાજપારડી, વાલિયા, ઉમલ્લા અને ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે. છ પોલીસ મથકોમાં પકડાયેલ દારૂના જથ્થા મુજબ કુલ બોટલ ૨૪૬૩૨ કિંમત રૂપિયા ૪૬,૯૬,૮૩૮ ના દારૂના મુદ્દામાલ પર રોડ રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો. દારૂનો નાશ કરવાની કામગીરી ઝઘડિયા વિભાગ મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણા તથા નાયબ કલેક્ટર તેમજ મામલતદાર કચેરીના અધિકારીઓ અને ઝઘડિયા, રાજપારડી, ઉમલ્લા, નેત્રંગ, વાલીયા, ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકોના અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!