આમોદમાં વિઘ્નહર્તાની ભવ્ય શોભાયાત્રા નીકળી : મોડી રાત સુધી મોટા તળાવ ખાતે વિસર્જન

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

આમોદ, ભરૂચ

-‘ગણપતી બાપ્પા મોરીયા’આવતા વર્ષે વહેલાં આવજો નારા સાથે ભક્તોએ ભાવભીની આંખે શ્રીજીને વિદાઈ આપી

આમોદમાં ભાદરવા સુદ દશમના દિવસે ગણેશજી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવે છે. આમોદમાં પ્રાચીન ગણપતિ મંદિરે જીલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,ધારાસભ્ય ડી.કે.સ્વામી, આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી હિતેશ શાહ સહિતના લોકોએ ગણપતિ દાદાની આરતી ઉતાર્યા બાદ દબદબાભેર શોાયાત્રામાં નીકળી હતી. ડી.જે.ના તાલ સાથે નીકળેલી ગણેશજીની શોભાયાત્રામાં દેશભક્તિ ગીત,ભક્તિ ગીત, ટીમલી,રાસ, ગરબા, ઉપર લોકો મનમૂકીને ઝૂમી ઉઠયા હતા.શોભાયાત્રા આમોદ નગરપાલિકા ખાતે આવી પહોંચતા પાલિકા સદસ્યોએ ગણપતિ દાદાનું ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું.આમોદ પોલીસ સ્ટેશને ગણપતિ દાદાને પોલીસ જવાનો દ્વારા વર્ષોની પરંપરા મુજબ સલામી આપવામાં આવી હતી.ગણપતિ દાદાના મંદિરેથી શરૂઆત થયેલી શોભાયાત્રા પરંપરાગત રૂટ ઉપર ફરી હતી.શોભાયાત્રાના રૂટ ઉપર શ્રીજી ભકતો માટે સેવાભાવી વ્યક્તિઓ દ્વારા ઠેર ઠેર ઠંડા પાણી તેમજ શરબતની વ્યવ્સ્થા કરવામાં આવી હતી.સાત દિવસનું આતિથ્ય માણ્યા બાદ શ્રીજી ભક્તોએ ભારે હૈયે ગણપતિ દાદાને ‘આવતા વર્ષે વહેલા આવજો’ના કોલ સાથે મોડી રાત સુધી વિદાય આપી હતી.આમોદ મોટા તળાવ ખાતે તરાપા,તરવૈયા,લાઇટિંગ તેમજ મોટી ક્રેઇનની વ્યવસ્થા કરવામાં આવી હતી.ગણપતિજીની શોભાયાત્રા દરમિયાન કોઇ અનીચ્છનીય બનાવ ના બને માટે પોલીસ દ્વારા ૧ ડી.વાય.એસ.પી,૫ પી.આઈ,૯ પી.એસ.આઈ, ૭૦ એસ.આર.પી, ૨૦૦ પોલીસ જવાન,૧૦૦ હોમગાર્ડ અને જી.આર.ડી તેમજ બ્લેક કમાન્ડો સહિતના પોલીસ કાફલાની ચુસ્ત નિગરાની હેઠળ શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. આમોદ મોટા તળાવ ખાતે મોડી રાત સુધી ગણેશજીનું વિસર્જન ચાલુ રહ્યુ હતું.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!