મહેમદાવાદના રૂદણ ખાતે રામદેવ પીરની શોભાયાત્રામાં કોમી એકતાની મહેક પ્રસરી

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

મહેમદાબાદ, ખેડા

આજ રોજ મહેમદાવાદ તાલુકાના રૂદણ ગામ ખાતે રામદેવ પીરની જયંતિ નિમતે મહેમદાવાદ ના હિન્દૂ ભાઈઓ દ્વારા ખૂબ મોટી શોભાયાત્રા કાઢવામાં આવી હત.  આ શોભા યાત્રામાં રૂદણ ગામના મુસ્લિમ ભાઈઓ ઇમરાન ભાઈ મલેક (જમાદાર ), મુરાદ મિયાં, ફકરું મિયાં અને મહેબૂબ મીયા હુસેન મિયાની આગેવાનીમાં મુસ્લિમ વડીલો અને યુવાનો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કર્યા બાદ રૂદણ ગામના હિન્દૂ આગેવાનો, વડીલો તેમજ સરપંચ અને તલાટીને ફુલહારથી  વધાવી કોમી એકતાની મિસાલની સુગંધ પ્રસરાવી હતી તેમજ હિન્દૂ મુસ્લિમ ભાઈઓ દ્વારા શાંતિના પ્રતીક સમા સફેદ કલરના કબુતરો એક સાથે ઉડાવી રૂદણ ગામમાં હંમેશા ભાઈચારો કાયમ રહેશે તેવી પ્રતિજ્ઞા લઇ સમાજમાં કોમી એકતાનો દાખલો બેસાડ્યો હતો.

આ પ્રસંગે રૂદણ તેમજ આસપાસના હિન્દૂ મુસ્લિમ ભાઈઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા તેમજ મહેમદાવાદ પોલિસે પણ સુંદર કામગીરી કરી હતી

ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : બિલાલ ખત્રી

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!