ભરૂચ એસઓજીની ટીમે દહેજના જોલવા અને વડદલા ગામે ગેરકાયદેસર ગેસ રિફિલિંગ પ્રવૃત્તિ ઝડપી

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

દહેજ, ભરૂચ

– રૂપિયા ૪૦,૨૦૦ નો મુદ્દામાલ કબ્જે લઈને બે ઈસમો સામે ગુના દાખલ કર્યા

ભરૂચ એસઓજીની ટીમે વાગરા તાલુકાના દહેજ વિસ્તારના જોલવા અને વડદલા ગામે ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા બે ઈસમોને કુલ રૂપિયા ૪૦,૨૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગની જોખમી પ્રવૃત્તિ કરનાર ઈસમોને ઝડપી લેવા ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લાના પોલીસ વિભાગને સુચના આપવામાં આવેલ હતી જેના અનુસંધાને ભરૂચ એસઓજી પીઆઈ એ.એ.ચૌધરી અને એ.એચ.છૈયાએ એસઓજી ટીમને એટીએસ ચાર્ટર મુજબની કામગીરી કરવા સુચના આપેલ હતી. આ દરમ્યાન એસઓજીની ટીમને પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળેલ કે જોલવા ગામે મિલેનિયમ માર્કેટ નજીક રહેતો શશી નામનો ઈસમ તેના ઘરની સામે ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર જોખમી રીતે ગેસ રિફિલિંગ કરી ગેસની બોટલોનું વેચાણ કરે છે. એસઓજી ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે જઇને સદર ઈસમ શશી જદ્દુ કેવટ હાલ રહે.ગામ જોલવા તા.વાગરા અને મુળ રહે.બિહારનાને ગેસની નાનીમોટી બોટલો, ઈલેક્ટ્રિક કાંટો, રિફિલિંગ પાઈપ સહિત રૂપિયા ૨૦૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને તેના વિરુધ્ધ દહેજ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો જ્યારે ગેસ રિફિલિંગના ગુના હેઠળ વાગરા તાલુકાના વડદલા ગામે રહેતા અને મુળ રાજસ્થાનના રહીશ શંભુલાલ બંસીલાલને ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ કરવાના ગુના હેઠળ ગેસની નાનીમોટી મોટી બોટલો રિફિલિંગ પાઇપ તેમજ ઈલેક્ટ્રિક કાંટો મળી કુલ રૂપિયા ૧૯૭૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને તેના વિરુધ્ધ દહેજ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. દહેજ જેવા ઔદ્યોગિક વિસ્તારમાં ગેસ રિફિલિંગની જોખમી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ બે ઈસમો ઝડપાતા જિલ્લાના અન્ય વિસ્તારોમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા ઈસમોમાં ફફડાટ ફેલાયો હતો.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!