રાજપીપલા,
– કેવડિયા-રાજપીપળા હાઈવે પર ખાડાઓને કારણે એક દિવસમાં ત્રણ અકસ્માત
– ઈજાગ્રસ્ત યુવાને બનાવ્યો વિડિયો
નર્મદા જિલ્લામાં રસ્તાઓની બિસ્માર સિ્થતિએ લોકોની મુશ્કેલીઓ વધારી છે. કેવડિયા-રાજપીપળા હાઈવે પર પડેલા ખાડાઓને કારણે એક જ દિવસમાં ત્રણ મોટરસાયકલ ચાલકો અકસ્માતનો ભોગ બન્યા છે.
ગોર ગામના યુવાન પ્રવીણ ઝા, જે અકસ્માતમાં ઘાયલ થયા, તેમણે રોષપૂર્વક જણાવ્યું કે તેઓ રાજપીપળાથી પોતાના ગામ જતા સમયે અકસ્માતનો ભોગ બન્યા. તેમણે ટેક્સ ભરનારા નાગરિક તરીકે સવાલ ઉઠાવ્યો કે નોકરી ન કરી શકવાના કારણે થતા નુકસાનની ભરપાઈ કોણ કરશે. એક મહિનો મારા થી નોકરી નહીં કરાઈ તો આ પગાર શું સરકાર ચૂકવશે એમ રોષ ઠાલવ્યો હતો.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવું વિશ્વ પ્રસિદ્ધ સ્મારક ધરાવતા જિલ્લામાં રસ્તાઓની આવી સ્થિતિ ચિંતાજનક છે. રોજેરોજ નાના-મોટા અકસ્માતો થઈ રહ્યા છે. એક ઘાયલ યુવાને હોસિ્પટલમાં સારવાર લીધા બાદ આકસ્માતના સ્થળે પાછા ફરીને વિડિયો બનાવ્યો છે.
તાજેતરમાં યોજાયેલી જિલ્લા સંકલન બેઠકમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવીએ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ અધિકારીઓ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અને અધિકારીઓ સાંભળતા નથી. વહેલી તકે આ રોડ સારા બને એમ જણાવ્યું હતું.
સ્થાનિક રહીશોનું કહેવું છે કે સ્ટેચ્યૂ તરફના રસ્તાઓ સારી સ્થિતિમાં છે કારણ કે ત્યાં વ્યવસાયિક હિત છે જ્યારે અન્ય વિસ્તારોના રસ્તાઓ પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે.





