છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અલીપુરા ચાંચક વિસ્તારનું ગેરકાયદેસર બાંધકામ સામે હકની જીત, શ્રી રામ કોમ્પ્લેક્સને દિન ૭ માં સીલ કરવાનો હુકમ કરતા જિલ્લા કલેક્ટર

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

બોડેલી, છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અલીપુરા ચાંચક પંચાયત વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલા વિવાદમાં અંતે ન્યાય મળ્યો છે. બોડેલી તાલુકાના અલીપુરા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા તથા હરખલી કોતરવાળા જમીન પર બનેલા ગેરકાયદેસર “શ્રી રામ કોમ્પ્લેક્સ”ના વિવાદમાં લાંબી લડત બાદ આજ રોજ ઐતિહાસિક નિર્ણય લેવાયો છે જેમાં જિલ્લા કલેક્ટર શ્રીમતી ગાર્ગી જૈન દ્વારા જિલ્લા સ્વાગતમાં ૨૮.૦૮.૨૦૨૫ના રોજ બોડેલી તાલુકા વિકાસ અધિકારીને ૭ દિવસની અંદર શ્રી રામ કોમ્પ્લેક્સને સીલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ લડત લડનાર અરજદાર  હસમુખકુમાર રમણભાઇ વરીઆએ બિલ્ડર માફિયાઓ સામે લાંબી લડત લડી હતી અને અંતે તેમની સત્ય અને ન્યાયની લડતને વિજય મળ્યો છે. તેઓએ આ સત્યની લડાઈમાં સહયોગી થનાર દરેક ન્યૂઝ પેપરના તંત્રીશ્રી નો પણ ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

આપને જણાવી દઈએ કે બોડેલી નગરપાલિકા જાહેર થયા બાદ ગેરકાયદેસર બાંધકામ સામે કોમ્પલેક્ષને સીલ કરવાનો હુકમ બોડેલીના ઇતિહાસમાં પહેલીવાર બન્યો છે. બોડેલીના  સ્થાનિક લોકોએ આ નિર્ણયને પ્રજાના ન્યાયની જીત ગણાવ્યો છે. બોડેલી નગરપાલિકા જાહેર થયા બાદ ગણતરીના દિવસોમાં જ કોઈ ગેરકાયદેસર કોમ્પ્લેક્સ સીલ થવું એ પહેલી ઘટના બની છે. આ પગલું માત્ર નાગરિકો માટે વિશ્વાસનો આધાર જ નથી પણ ભવિષ્યમાં ગેરકાયદેસર બાંધકામ સામે ચેતવણીરૂપ સાબિત થશે.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : બિલાલ ખત્રી – બોડેલી, છોટાઉદેપુર

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!