WBVF ના નેજા હેઠળ ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામે પટેલ સમાજના 40 ગામોના આગેવાનોનું યોજાયું સંમેલન

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ટંકારીયા,  ભરૂચ

WBVF ના નેજા હેઠળ આજ રોજ ટંકારીયા મુકામે પટેલ સમાજના 40 ગામોના આગેવાનોનું એક સંમેલન યોજાઈ ગયુ  જેમા દરેક ગામના પર્તીનિઘિ હાજર રહ્યા હતા.  કુલ 800 આગેવાનોની હાજરીમાં આ કાર્યક્રમ સફળ રહ્યો તે સૌથી મોટી ઉપલબ્ધિ ગણાવી શકાય. સાથે સાથે ૨૦૧૮ માં સાંસરોદ હોલમાં યોજાયેલ કાર્યક્રમ પછીનો આ પ્રથમ કાર્યક્રમ યોજાયો જેમાં શોખથી જનપ્રતીનિઘિ મોટી સંખ્યામાં હાજર રહ્યા. આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે કરેલ કામગીરી અને પાંચ વર્ષની ગૌરવગાઠા રજુ કરવામાં આવી સાથે ભવિષ્યનું આયોજન નક્કી કરવામાં આવ્યુ હતું તથા સમાજના ઉત્થાન માટે યુવાનોને આગળ આવવા આહવાન કરવામાં આવ્યું

પટેલ સમાજના તેજસ્વી બાળકો પૈસાના ભોગે ભણી નથી સકતા એ બાબત સમાજ માટે ઘણો ચિંતાનો વિષય હોય એના નિરાકરણ માટે આ કાર્યક્રમમાં વધારે ભાર મુકવામાં આવ્યો હતો તથા હાલમાં ઝકાત પર નિર્ભર વર્ગનું ઉત્થાન કરી આવો સમાજ પોતે ઝકાત દેતો બને તે દિશામાં કાર્યો કરવાનો સંકલ્પ સાથે આ સફળ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં WBVF ના ચેરમેન આદમભાઈ, કોંગ્રેસના અગ્રણી સલીમભાઇ અમદાવાદી, સામાજિક અગ્રણી મોહમ્મદ ભાઈ લાલા, સામાજિક આગેવાન અબ્દુલભાઇ કામથી તથા ટંકારીયા ગામના આગેવાનો તથા યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ટંકારીયા ગામના યુવાનો તથા મુસ્તાકભાઈ સાંપાએ ખુબ મહેનત કરી કાર્યક્રમનું સુંદર આયોજન કરી કાર્યક્રમને સફળ બનાવવા મદદ કરી હતી જેને WBVF ના ચેરમેન તથા અન્ય સભ્યોએ આભાર વ્યક્ત કરી તેઓની કામગીરીને બિરદાવી હતી.

 

 

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!