કાલોલ, પંચમહાલ
સમગ્ર ગુજરાત અને જિલ્લામાં સારા વરસાદને કારણે હાલમાં ખેડૂતોને એકલા યુરિયા ખાતરની જરૂરિયાત છે ત્યારે ખાતર બનાવતી કંપનીઓ બેફામ પણે યુરિયા સાથે બીજા અન્ય ખાતરો દરેક ગાડીએ ફરજિયાત વેપારીઓને વેચાણ માટે ફરજ પાડે છે. કમ્પનીઓ યુરિયા સાથે બીજા કોઈ ઉત્પાદનો દબાણપૂર્વક વેપારીઓને આપતી હોવાથી વેપારી આ ઉત્પાદન ખેડૂત ને જ વેચે છે, આમાં ખેડૂતો અને વેપારી વચ્ચે વારંવાર સંઘર્ષ ઉભો થાય છે. સરકારે ફરજિયાત ટેગીગ નો કોઈ આદેશ કરેલ નથી, તો પછી કંપનીઓ શા માટે સરકાર શ્રી ના આદેશો નું ઉલઘન કરી વેપારીના માથે બિન જરૂરી આર્થિક રોકાણ કરાવડાવે છે ? સરકારની આવી કોઈ નીતિ ના હોવા છતાં કમ્પનીઓ ફરજિયાત આવો માલ વેપારીઓને વેચવા દબાણ પૂર્વક પકડાવી દેતી હોય છે. આમ બેવડી નીતિ સામે વેપારી પીસાય અને સાથે સાથે ખેડૂતો પણ પીસાય જેવી પરિસ્થિતિ ઉભી થતી હોય છે.
આ સમસ્યાને ધ્યાને લઇ આજે પંચમહાલ અને મહીસાગરના ખાતરનું વેચાણ કરતાં તમામ વેપારીઓની મિટિંગ રાખવામાં આવી હતી જેમાં નક્કી કરવામાં આવેલ કે કંપનીઓ દ્વારા ખેડૂતોના હિતમાં જરૂરિયાત છે તે જ ખાતર આપવા બીજા કોઈપણ અન્ય ખાતરો યુરિયા સાથે ન આપવા જોઈએ. યુરિયા તથા ડીએપી જેવા ખાતરો સાથે જો અન્ય કોઈપણ ખાતર કે વસ્તુ કંપનીઓ આપશે તો આ મનમાની નીતિ બંધ કરાવવા માનનીય કલેકટર સાહેબ પચમહાલ અને મહીસાગર જિલ્લામાં આવેદન પત્ર આપવામાં આવશે અને જરૂર જણાયે યુરિયા કે ડીએપી ખાતરો સાથે બીજા કોઈપણ અન્ય ખાતરો જો વેપારીને દબાણપૂર્વક ફરજિયાત આપશે તો ગાંધીનગર ઉચ્ચ કક્ષાએ પણ રજુઆત કરવા બન્ને જિલ્લાના આશરે કુલ 330 ખાતર વેપારીઓ એ એક થઈ રજુઆત કરવા આ મેગા મીટીંગમાં નક્કી કરવામાં આવ્યુ.
ધ ન્યૂઝ વેવ બ્યુરો ચીફ : રમેશ કોન્ટ્રાક્ટર – કાલોલ, પંચમહાલ
