કાલોલના બોરુ ટર્નિંગ પાસે અકસ્માતના કાયમી નિવારણ માટે સાંસદ દ્વારા આપવામાં આવેલ આવેદન રંગ લાવ્યું – સરકારી અધિકારીઓની સ્થળ મુલાકાત

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

કાલોલ, પંચમહાલ

કાલોલ બોરુ ટર્નિંગ પાસે વડોદરાથી ગોધરા નેશનલ હાઈવે ઉપર અકસ્માત નિવારવા માટે પંચમહાલ જિલ્લાના સાંસદ રાજપાલ સિંહજી નેકાલોલના નાગરિકો એ એક આવેદનપત્ર આપ્યું હતું રાજપાલસિંહ અંગત રસ દાખવી ગોધરા કલેકટર ને રૂબરૂ જઈ આ અકસ્માતો નિવારવા માટે યોગ્ય પગલા લેવા માટે અનુરોધ કર્યો હતો અને ટ્રાફિક પોઇન્ટ સર્કલ કે અન્ય દ્વારા આ જગ્યાના અકસ્માતો અટકે ટ્રાફિકનું નિવારણ થાય તે માટે કલેકટરને નાગરિકો દ્વારા લેખિતમાં જાણ કરી માહિતગાર કર્યા હતા જેને અનુલક્ષીને આજે હાઇવે ઓથોરિટી, નગરપાલિકાના ચીફ ઓફિસર, મામલતદાર અને ગોધરાથી પ્રાંત અધિકારી આ સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ સ્થળે પંચમહાલ જિલ્લાના સાંસદ રાજપાલસિંહ પણ હાજર રહ્યા હતા. તેમણે આ અકસ્માતો નિવારવા માટે પ્રાંત અધિકારી સાથે જરૂરી ચર્ચા વિચારણા કરી હતી. રાજપાલસિંહે જણાવ્યું હતું કે અહીંયા જે બહાર નીકળવાનો કટ આપવામાં આવ્યો છે તે એક કટને આગળ ખસેડી અકસ્માતો નિવારવા ડિવાઇડર બાબતે જરૂરી સુચના આપી હતી અને પ્રાંત અધિકારી હાઇવે ઓથોરિટી અધિકારી મામલતદાર ચીફ ઓફિસર સાથે ચર્ચા કરી અકસ્માતો કાયમી બંધ થાય તે માટે ભેગા મળી નિરાકરણ લાવ્યા છીએ તેમ સાંસદ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ બાબતે લાગતા વળગતાને જરૂરી સુચના આપી 15 દિવસની અંદર આ અકસ્માતો અટકે અને ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ થાય તે માટે રાજપાલ સિંહે માર્ગદર્શન અને સરકારી તંત્રનું માર્ગદર્શન ભેગું મળી આ નિવારણ જલ્દી થાય તેવું કાલોલ નગરના નાગરિકો અને વાહન ચાલકો ઇચ્છી રહ્યા છે.

ધ ન્યૂઝ વેવ બ્યુરો ચીફ : રમેશ કોન્ટ્રાક્ટર – કાલોલ, પંચમહાલ

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!