રાજપીપલા,
– ભગવાન શ્રી ગણેશની પ્રતિમાને આર્મીનો યુનિફોર્મ પહેરવામાં આવ્યો
નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતે ઋણ મુક્તેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા ઓપરેશન સિંદૂરની થીમ પર ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે.
જમ્મુ કાશ્મીરના બાયસરણ વેલી ખાતે ભારતીયો પર આતંકવાદી હુમલો થયો હતો. ધર્મ પૂછીને આતંકવાદીઓ દ્વારા ગોળી મારવામાં આવી હતી. આ ઘટના એ દેશ જ નહીં પણ વિશ્વને આઘાત લાગ્યો હતો. ભારતે પણ પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો હતો. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાયુ સેના, થલસેના અને દરિયાઈ સેનાને ખુલ્લો દોર આપ્યો હતો, જેમાં આખું ઓપરેશન બે મહિલાઓને સોંપવામાં આવ્યું હતું. જેમાં એક હતી સોફિયા કુરેશીકે જે વડોદરાની રહેવાસી છે અને બીજી મહિલા હતી વાયુ સેનાની વ્યોમિકા સિંગ આ ઓપરેશનને નામ આપવામાં આવ્યું હતું. ઓપરેશન સિંદુર થકી પાકિસ્તાનમાં આતંકવાદીઓના સ્થળો પર ભારતે હુમલો કર્યો અને વળતો જવાબ આપી આતંકવાદીઓના ઠીકાનાઓને નષ્ટ નાબૂદ કરી દીધા હતા.
ગણેશ ચતુર્થીમાં મંડળો દ્વારા અલગ અલગ થિમો પર ગણેશજી ની પ્રતિમા મુકવામાં આવે છે. હાલમાં મોટી મૂર્તિઓની જાણે હોડ લાગી છે. 20, 25 તથા 35 ફૂટ સુધીની મૂર્તિઓ મંડળો દ્વારા લાવવામાં આવતી હોય છે ત્યારે રાજપીપલા શહેરના ઋણ મુક્તેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા છેલ્લા 13 વર્ષથી ભગવાન ગણેશજીની પ્રતિમાની સ્થપના કરવામાં આવે છે. દર વર્ષે અલગ અલગ ડેકોરેશન કરવામાં આવે છે. વર્ષ 2024 માં ગણેશજીની રાધા કૃષ્ણના સ્વરૂપમાં હીંચકા પર બેઠેલા ગણેશજી ઈ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. આ મૂર્તિએ રાજપીપલા વાસીઓમાં આકર્ષણ જમાવ્યું હતું. ચાલુ વર્ષે ઓપરેશન સિંદુરની થીમનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. ભગવાન શ્રી ગણેશની પ્રતિમાને આર્મીનો યુનિફોર્મ પહેરવામાં આવ્યો છે. દસ દિવસ દરમ્યાન ગણેશજીને નેવી અને વાયુ સેનાના રૂપમાં પણ બતાવવામાં આવશે સાથે સાથે બાળકો માટે પણ આ મંડળ દ્વારા નાવડી બનાવવામાં આવી છે. ભગવાન શ્રી ગણેશ નાવડીમાં ઉભા છે અને બાળકો આ નાવડીમાં બેસશે જેથી બાળકોની રક્ષા ભગવાન શ્રી ગણેશ કરી રહ્યા છે. ઓપરેશન સિંદુરની થીમ બનાવીને રાજપીપલામાં આકર્ષણ જમાવ્યું છે. હાલમાં પણ ગુજરાત સરકાર દ્વારા પ્રતિયોગીતા પણ રાખવામાં આવી છે જેમાં પણ ઓપરેશન સિંદુરની થીમનો પણ સમાવેશ કરવામાં આવી છે. જોકે આ મંડળ દ્વારા 6 ફૂટથી મોટી મૂર્તિ મુકવામાં નથી આવી. આ વર્ષે પણ 6 ફૂટની ભગવાન શ્રી ગણેશની પ્રતિમા મુકવામાં આવી છે. આ મંડળ દ્વારા પ્રતિ વર્ષ ગણેશયાગ અને નવરાત્રી દરમિયાન નાના બાળકો માટે અડકો દડકો ગરબા મહોત્સવ અને ચૈત્ર નવરાત્રીમાં નવચંડી અને મહાશિવરાત્રીની ઉજવણી પણ કરવામાં આવતી હોય છે.




