નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો : ઉપરવાસ માંથી 1,70,565 ક્યુસેક પાણીની આવક

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

રાજપીપલા,

– સીઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ 135 મીટર પાર : 24 કલાકમાં 1 મીટરનો વધારો : નર્મદા ડેમ 89 ટકા ભરાયો

મધ્યપ્રદેશના ઉપરવાસમાથી પાણીની આવક નર્મદા ડેમમાં થઈ રહી છે જેને કારણે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ઉપરવાસ માંથી 1,70,565 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

સીઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ 135 મીટર પાર કરી જતા હાલ નર્મદા ડેમની સપાટી 135.35 મીટર પર પહોંચી છે.ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર હોઈ ડેમ મહત્તમ સપાટીમાં માત્ર 3.33 મીટર બાકી છે. હાલ 24 કલાક માં 1 મીટરનો વધારો નોંધાયો છે. નર્મદા નદીમાં 48,635 ક્યુસેક પાણીની જાવક છે. ડેમના RBPH – CHPH ના પાવર હાઉસ ચાલુ કરાતા વીજ ઉત્પાદન પણ શરૂ થયું છે. હાલ નર્મદા ડેમ 89 ટકા ભરાયો છે.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!