અંકલેશ્વર,
આવનાર તહેવાર ઈદે મિલાદુન્નબીના જુલુસ અંગે જશ્ને ઈદે મિલાદુન્નબી કમિટી દ્વારા હઝરત હલીમશાહ દરગાહની સેનમાં હઝરત આરીફ બાવા સાહેબની સદારતમાં મિટિંગ યોજાઈ હતી જેમાં જુલુસ અંગે તથા આગામી કાર્યક્રમો તેમજ નિયાઝના કાર્યક્રમો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.
કમિટીના પ્રમુખ વસીમ ફડવાલાએ જણાવ્યું હતું કે આવનાર તારીખ ૫ સપ્ટેમ્બરના રોજ સવારે ૮:૩૦ કલાકે કસ્બાતીવાડ જમાતખાનાથી જુલુસ નીકળશે અને હઝરત હલીમશાહ બાવાની દરગાહ પર સંપન્ન કરાશે તથા તારીખ ૩૦ ઓગસ્ટના રોજ રાત્રીના ૯ કલાકે ભંડાર ફરાસ ખાના પાસે ભંડારી યંગ કમિટી દ્વારા નાત શરીફનો પ્રોગ્રામ રાખેલ છે તથા તારીખ ૨ સપ્ટેમ્બરના રોજ ભંડાર હોટલ ખાતે અલ ઉમર કમિટી દ્વારા નાત શરીફ નો કાર્યક્રમ રાખેલ છે.જુલુસના દિવસે ભંડાર હોટલ ખાતે નિયાઝનો કાર્યક્રમ અલ ઉમર કમિટી દ્વારા રાખેલ છે.મોટી સંખ્યા લોકો ઉપસ્થિત રહી લ્હાવો લેવા અપીલ કરાઈ હતી.
આ પ્રસંગે સાદાતો પૈકી હઝરત આરીફ બાવા, હઝરત ગ્યાસુદ્દીન બાવા, કમિટીના વસીમ ફડવાલા, નજમુદ્દીન શેખ, મુસ્તાક શેખ, મુખત્યાર હુડવાલા, રિયાઝ શેખ, સાદિક મુજાવર સહિત અલ ઉમર કમિટી, ભંડારી યંગ કમિટી તેમજ મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.




