ડેડીયાપાડા ઈનરેકા સંસ્થાન ખાતે સરપંચની મિટિંગમાં ભાજપના સ્થાનિક નેતા અને ધારાસભ્ય ઉપર વરસ્યા સાંસદ મનસુખ વસાવા

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ડેડીયાપાડા, રાજપીપલા

– ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે તેને છોડાવવાને બદલે આપના કાર્યકરો ભાજપને અને મનસુખભાઈને ખોટી રીતે બદનામ કરી રહ્યાં છે તેની સામે આકારા પ્રહારો કર્યા.

ડેડીયાપાડા ઈનરેકા સંસ્થાન ખાતે સાંસદ મનસુખ વસાવા સરપંચની મિટિંગમાં ભાજપના સ્થાનિક નેતા અને ધારાસભ્ય ઉપર વરસ્યા હતા. તેઓએ કહ્યું કે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે તેને છોડાવવાને બદલે આપના કાર્યકરો ભાજપને અને મનસુખ વસાવાને ખોટી રીતે બદનામ કરી રહ્યાં છે તેવા આકારા પ્રહારો કરતા સભામા સોપો પડી ગયો હતો. ભાજપને બદનામ કરતા આપના કાર્યકરોને કાઉન્ટર કરવા ભાજપના નેતાઓ કેમ કોઈ સામે આવતા નથી કે કેમ કોઈ બોલતું નથી? મેં એકલાએ બોલવાનો ઠેકો લીધો છે?

મનસુખ વસાવાએ પૂર્વ મંત્રી મોતીલાલ વસાવા, ધારાસભ્ય દર્શના દેશમુખ, જિલ્લા પ્રમુખ નીલ રાવ, શંકર વસાવા સહિત ભાજપના નેતાઓને નામ લઈને સાંસદે આડે હાથે લીધા હતા અને જણાવ્યું હતું કે ભાજપાના આ બધાં લોકો કેમ કંઈ બોલતા નથી? બધાએ બોલવું પડશે. પાર્ટીના આગેવાનો હોદ્દેદારોને મંત્રીઓ પણ કેમ કંઈ બોલતા નથી? આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકરો ચૈતરભાઈને જેલમાં રાખી રાજકીય લાભ ખાટવો છે અને ભાજપને બદનામ કરવો છે એ કોઈ સંજોગોમાં ચલાવી નહીં લેવાય. પાર્ટીના કાર્યકરો મારા ઉપર આરોપ કરે છે કે મનસુખ વસાવાએ ચૈતર વસાવાને ખોટી રીતે ફસાવ્યો છે,  એની સામે 19 કેસો થયેલા છે જેલ માંથી છૂટવું હોય તો કાનૂની પ્રક્રિયા હાથ ધરે અને સારો વકીલ કરીને છોડાવે પરંતુ એમને જેલમાં રહીને રાજકીય રોટલા શેકવા છે.

ભાજપ સામે જે ખોટો પ્રચાર કરે છે તેની સામે કાર્યકરોને સાવધાન કરવા માટે મારે આજે કાર્યકરો આગેવાનો નેતાઓ સામે કડક થવું પડ્યું. મોતીલાલ વસાવા હોય કે શંકરભાઈ વસાવા હોય ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ હોય કે હિતેશ વસાવા કે નીલ રાવ હોય બધાએ બોલવું પડશે, પ્રદેશમાં બેઠા હોય એમણે પણ બોલવું પડશે આ બધાં કેમ બોલતા નથી?કેજરીવાલ આવીને અહીંયા ગાળો આપી જતા હોય અને પ્રદેશનો એક પણ મંત્રી કે હોદ્દેદારો બોલે નહીં એ કેમ ચાલે? શું એકલા મનસુખ વસાવાએ જ વિરોધ કરવાનો ઠેકો લીધો છે? અમે કોના માટે લડીએ છીએ? પ્રજાના હીતમાટે લડીએ છે, જેમણે ડેડીયાપાડા વિધાનસભામાં ચેતર સામે લડવું હોય તો એમણે બોલવું પડશે. કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપની સરકાર હોય ડેડીયાપાડામાં ભાજપની સરકાર નહીં હોય આ લોકો સરકારના લાભો લઈ જશે, જો આપણે બોલીશું નહીં તો આવનારા દિવસોમાં આ લોકો આપણા માટે પડકારરૂપ બની જશે, મારે ડેડીયાપાડા અને સાગબારા માંથી આ બધાનું સમર્થન જોઈશે. ચૈતર વસાવાની સામે જેણે વિધાનસભા લડવી હોય એમણે મેદાનમાં આવવવું પડશે અને બોલવું પડશે. ભાજપના આગેવાનોને ખુલ્લી ચેલેન્જ મનસુખભાઈએ આપી કહ્યું : આ રીતે નહીં ચાલે દૂધમાં ને દહીમાં પગ નહીં ચાલે. મારે કોઈ વ્યક્તિને ઉતારી પાડવો નથી કોઈ મારો વિરોધી નથી પણ આવનારા દિવસોમાં એમની સામે અવાજ નહીં ઉઠાવીએ તો આ લોકો આપણા માટે પડકારરૂપ બની જશે. મારે કંઈ લોકસભા થોડી લડવાની છે કે મારો કોઈ પરિવાર વિધાનસભામાં થોડો ચૂંટણી લડવાનનો છે? છતાં હું એકલો બોલું છું ભાજપાના નેતાઓ બીજા ચૂપ કેમ છે?

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!