નસવાડી તાલુકામાં ચાલતા અવેદ્ય માટી ખનનના ધંધા ઉજાગર કરનાર પત્રકાર વિરુદ્ધ ખોટી ફરિયાદ દાખલ કરવા બદલ સમસ્ત નસવાડી પત્રકારો દ્વારા મામલતદારને આપવામાં આવ્યું આવેદનપત્ર

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

નસવાડી, છોટાઉદેપુર

નસવાડી તાલુકામાં ચાલતા અવેદ્ય માટી ખનનના ધંધા અટકાવવા અને આવા ગેરકાયદેસર ચાલતા ધંધા બહાર પાડનાર પત્રકાર વિરુદ્ધ થયેલ ખોટી ફરિયાદ રદ કરાવવા સમસ્ત નસવાડી પત્રકારો દ્વારા ભારે સૂત્રચારો કરી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

છોટાઉદેપુર જિલ્લામાં સરકારની તિજોરીને નુકશાન પહોચાડી રોયલ્ટી પાસ વગર મોટાપાયે ખનીજની હેરાફેરી ચાલી રહી છે.

તા: ૧૧.૦૮.૨૦૨૫ ના રોજ સંખેડા તાલુકામાં કલેડીયા ગામ ખાતે ભૂમાફિયા દ્વારા ખાનગી જગ્યામાં અવેદ્ય માટી ખનન કરી રાત્રીના સમય દરમિયાન માટી ખાલી કરવામાં આવતી હતી.  આ અવેદ્ય ખનન કરતી ટ્રકોનો વધુ પડતો ઘોઘાટ થતા ગ્રામજનોએ પત્રકાર નયનેશભાઈ પ્રકાશભાઈ તડવીને બોલાવી આ વિષે તપાસ કરવા જણાવ્યું હતું. શ્રી નરેશભાઈ તડવી તથા ગામજનો પોતાનો જીવ જોખમમાં મૂકી સ્થળ પર તપાસ કરવા ગયા તો ત્યાં મોટાપાયે માટીનો જથ્થો જોવા મળ્યો હતો. ગામના વ્યક્તિઓએ ટ્રક ડ્રાઈવર પાસે રોયલ્ટી પાસ માંગતા તેઓ પાસે રોયલ્ટી ના હોય નરેશભાઈ તડવી એ સમગ્ર ઘટનો પર્દાફાશ પત્રકારે કર્યો હતો.

આ પર્દાફાશની અદાવત રાખી ભૂ-માફિયા દ્વારા પત્રકાર તડવી નયનેશભાઈ પ્રકાશભાઈ વિરુદ્ધ નસવાડી પોલીસ સ્ટેશનમાં ખોટી ફરિયાદ નોંધાવામાં આવી હતી. વારંવાર  આવા ગુનાહિત કૃત્યો ઉજાગર કરનાર પત્રકારો વિરૂધ ષડયંત્ર રચી ખોટી રીતે ફસાવવામાં આવતાં હોય સમસ્ત નસવાડી પત્રકાર સંઘ દ્વારા નસવાડી મામલતદાર કચેરી પહોંચી તટસ્થ તપાસ થાય અને ભૂમાફિયા સામે કાયદેસરની કાર્યવાહી કરી યોગ્ય દાખલો બેસાડવામાં આવે તેવી નસવાડી તાલુકાના પત્રકારોએ માંગ કરી હતી.

ન્યાય હિતના સમાચારો પ્રસિદ્દ કરી લોકોની અવાજ બની પત્રકરો પોતાના જીવનું જોખમ ખેડી ગેરકાયદેસર રીતે ચાલતી પ્રવતિઓ અટકાવવા, સરકારી તિજોરીને નુકશાન ના થાય તે હેતુથી સમગ્ર ઘટના બહાર લાવતા હોય છે, આવા ભૂમાફિયાઓ પત્રકારોનો અવાજ દબાવવા ખોટી ફરિયાદો કરી તેઓને ડરાવતા હોય છે. પત્રકારોની સુરક્ષા અને અવેદ્ય માટી ખનન અટકાવવા તથા આવા ભૂ-માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવા નસવાડી તાલુકાના પત્રકારો દ્વારા સેવાસદન પોહચી “ભૂ-માફિયાઓની તાનાશાહી નહિ ચલેગી નહિ ચલેગી”, “પત્રકારો ઉપર ખોટી ફરિયાદ બંધ કરો બંધ કરો”, “માટી ખનન કરતા ભૂ-માફિયાઓને જેલમાં ધકેલો” જેવા ભારે સુત્રોચાર સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને પત્રકારને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : બિલાલ ખત્રી – નસવાડી, છોટાઉદેપુર

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!