રામપુરા ગામે શ્રાવણ માસ અમાવસ ને લઈને ભોળાનાથના સાનિધ્યમાં હવન યોજાયો

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

દિયોદર, બનાસકાંઠા

હિન્દૂ ધર્મમા શ્રાવણ મહિનો એ ભક્તો નો આસ્થા નો મહિનો આ મહિનામાં  દરેક ગામના મંદિરોમાં ભક્તો શિવની ઉપાસના કરીને પૂજા અર્ચના કરતા હોય છે. જયારે આજે શ્રાવણ મહિના ના અમાવાસાનો દિવસ એટલે કે છેલ્લો દિવસ. આ દિવસે શિવ ના મંદિર મા યજ્ઞ કરીને ઉજવણી કરતા હોય છે.

જયારે દિયોદર તાલુકાનું રામપુરા ગામમાં પણ આજે શિવના મંદિરમાં હવન યોજવામાં આવ્યો હતો સવારમાં ભક્તો બધા શિવના મંદિરમાં આવી ગયા હતા અને સોં ભક્તોએ શિવને બીલી પત્ર ફુલ ચડાવ્યા હતા. શિવ મંદિરમાં હર હર મહાદેવ જય ભોલે ના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. યજ્ઞમાં શાસ્ત્રી દિપકભાઈ તેમજ મુકેશભાઈ દ્ના મંત્રોચાર સાથે વિધિ પૂર્વક યજ્ઞ પૂર્ણ કરવામાં આવ્યો હતો. આજે રામપુરા ગામના વડીલો યુવાનો માતાઓ અને બહેનો આ યજ્ઞમા હાજરી આપી હતી અને આરતીનો લ્હાવો લીધો હતો. ગામના યુવાનોએ સેવા કરવાનો લાભ લીધો હતો અને દરેક ભક્તો છેલ્લે પ્રસાદ લઈને છુટા પડ્યા હતા.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : રમેશભાઈ ચૌધરી, દિયોદર – બનાસકાંઠા

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!