કાલોલ, પંચમહાલ
કાલોલ નગરમાં ગણપતિ ઉત્સવ નિમિત્તે વિવિધ મંડળો દ્વારા ગણેશજીના આગમનની તૈયારીરૂપે સવારી ગણેશજીની સમગ્ર નગરમાં ફેરવી છે. કાલોલ નગરના રાજા ગણાતા અને આ યુવક મંડળ દ્વારા આજે આજે ગણેશજીની પ્રતિમાને નગરપાલિકા મેદાનમાં લાવી પંચમહાલ સાંસદ રાજપાલ સિંહ દ્વારા આરતી ઉતારવામાં આવી હતી.
આ દાદાની આગમન સ્વરૂપની આરતી હોય છે જેમાં નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ, શહેર પ્રમુખ કલ્પેશભાઈ, મહામંત્રી અલ્કેશ ભાઈ, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો જ્યોત્સના બેન. સેફાલીબેન મોનલબેન.. આશિષ સુધાર યુવરાજસિંહ રાઠોડ, કૃષ્ણકાંત પટેલ, એપીએમસીના ચેરમેન ધર્મેન્દ્રસિંહ અને અન્ય ચૂંટાયેલા અને સંગઠનના હોદ્દેદારો અને જે આ યુવક મંડળ ચલાવે છે તે ઘટાભાઈ અને તેમની ટીમ આ આ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવે છે અને દાદાની દસ દિવસ સેવાચાકરી કરી આવતા વર્ષે ફરી આપવાના વાયદા સાથે વિદાય આપે છે.
ધ ન્યૂઝ વેવ બ્યુરો ચીફ : રમેશભાઈ કોન્ટ્રાક્ટર, કાલોલ – પંચમહાલ





