ભરૂચ,
– 27,600નો મુદ્દામાલ જપ્ત : એક વોન્ટેડ
ભરૂચ શહેરમાં એસ.ઓ.જી ટીમે પ્રતિબંધિત ઈ-સિગારેટ અને ફ્લેવરનો જથ્થો ઝડપી પાડ્યો છે. મદિના હોટેલ પાસે આવેલી મદિના પાન પોઈન્ટના દુકાનદાર મોહમંદ જૈનુલ આબેદીન મોહમદ નઈમ નાગોરીની ધરપકડ કરવામાં આવી છે.
એસપી અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ નાર્કોટિક્સ અને ઈ-સિગારેટના ગેરકાયદે વેપાર વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. એ.એસ.આઈ રાજેન્દ્ર નાથાભાઈને મળેલી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી Flow Pod ઈ-સિગારેટના 12 નંગ જેની કિંમત રૂ.12,000, Flow Pod ફ્લેવરના 12 નંગ જેની કિંમત ३.6,000 અને Alex Legend 3500 Puffs ઈ-સિગારેટના 8 નંગ જેની કિંમત રૂ.9,600 જપ્ત કર્યા છે. કુલ મુદ્દામાલની કિંમત રૂ.27,600 છે.
આરોપી સામે પ્રોહિબિશન ઓફ ઈલેક્ટ્રોનિક સિગરેટ એક્ટ 2019 હેઠળ ભરૂચ શહેર ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં ટંકારીયા ગામનો એક શખ્સ વોન્ટેડ છે જેની ઓળખ હજુ થઈ નથી.




