દહેજ જીઆઈડીસી સ્થિત SRF કંપનીની બેદરકારી આવી સામે, દાજી ગયેલ યુવાનોની ખબર સુદ્ધા પૂછવા વાળું કોઈ નથી

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

દહેજ, ભરૂચ

દહેજ જીઆઇ.ડી.સી. માં જોલવા સ્થિત આવેલી SRF કંપનીમાં  બપોરે 11 વાગ્યાના અરસામાં કંપની પરિસરમાં 5 યુવાન દાજી ગયેલ હોવાની માહિતી મળતા ભરૂચ જિલ્લા કૉંગ્રેસ આગેવાન સુલેમાન પટેલ 5 યુવાનોના વહારે આવ્યા હતા. તાત્કાલિક સારવાર અર્થે 5 યુવાનોને ભરૂચ ખાતે લઇ જવાયા હતા તે પૈકી બે યુવાનની હાલત ગંભીર જણાતા એને વડોદરા ખાતે રેફર કરવામાં આવ્યો છે.

વધુમાં સુલેમાન પટેલે જણાવ્યું હતુ કે SRF કંપની દ્વારા કોઈ પણ જાતની તકેદારી રાખવામાં આવી ના હતી. જ્યારે 5 યુવાન હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ હતા ત્યારે કોઈ પણ SRF કંપનીનો કર્મચારી હાજર ના હતો અને કંપનીએ કોન્ટ્રાક્ટના કર્મચારી હોવાથી SRF નો કોઈ પણ કંપનીનો કર્મચારી સારવાર લઇ રહેલ પેસન્ટ સાથે હાજર ના હતા, માત્ર કોન્ટ્રાકટર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યુ હતુ પરંતુ કંપની દ્વારા કોઈ પણ જાતની વળતળની જાહેરાત તો નથી કરી પરંતુ ખબર અંતર સુદ્ધા પૂછવા કોઈ આવ્યું ના હતું. ગરીબ પરિવાર માંથી આવતા યુવાનનો આખો પરિવાર હોસ્પિટલ ધક્કા ખાય છે. પરિવાર પર શું તકલીફ પડી રહી છે એતો પરિવાર જ જાણતો હશે. વધુમાં સુલેમાન પટેલે જણાવ્યું હતુ કે ફેક્ટરી ઇન્સ્પેક્ટર શું ઘોર નિંદ્રામાં ઊંઘી રહિયા છે એમને હવે નક્કર પગલાં લેવા પડશે. જો આવું જ ચાલુ રહેશે તો ગરીબ યુવાન કર્મચારીઓ બરબાદ થઇ જશે. કંપનીના સત્તાધીશો દ્વારા વહેલામાં વહેલી તકે વરતર જાહેર થાય એવી માગ સુલેમાન પટેલે કરી હતી. આ ઘટના બની હતી ત્યારે સુલેમાન પટેલ, વાગરા તાલુકા કૉંગ્રેસ પ્રમૂખ આસિફ પટેલ, મહેન્દ્રસિંહ રાજ અટાલી, સુરેશ પરમાર કડોદરા હાજર રહ્યા હતાં.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!