આમોદ તાલુકાના સમની ગામ નજીક કારમાં આગ લાગતાં અફરાતફરી

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

આમોદ, ભરૂચ

– પતિ પત્નીની સમય સૂચકતાથી મોટી જાનહાનિ ટળી

આમોદ તાલુકાના સમની ગામ નજીક ગત રોજ રાત્રીના સમયે ક્રેટા કારમાં અચાનક આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી. વિકરાળ આગને પગલે કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે મોટી જાનહાની ટળી હતી.

આમોદ તાલુકાના અનોર ગામના વતની જયેન્દ્રસિંહ પઢિયાર અને તેમના પત્ની પોતાની ક્રેટા કારમાં રાત્રીના સમયે ભરૂચથી અનોર ગામે પોતાના ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે સમની ગામ નજીક કારમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું  શોર્ટ સર્કિટને થતાં બોનેટમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા જેથી પતિ પત્નીએ સમય સૂચકતા વાપરી તરત કારમાંથી બહાર નીકળી ગયા હતા જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યુ હતું. આગના બનાવને પગલે જંબુસર નગરપાલિકાનુ ફાયર ફાઈટર આવી પહોચતા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો પારંતુ એ પહેલા કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી.

સમગ્ર બનાવની જાણ આમોદ જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીને થતાં તેઓ તુરંત ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને કારમાં સવાર લોકોની ખબર અંતર પૂછી હતી તેમજ ફોનથી વીમા કંપનીના અધિકારીઓને પણ બનાવની જાણ કરી હતી.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!