રાજ્યકક્ષાની ક્રાઈમ કોન્ફરન્સ રાજ્યના ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં એકતાનગર ખાતે યોજાઈ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

રાજપીપલા,

રાજ્યકક્ષાની ક્રાઈમ કોન્ફરન્સ રાજ્યના ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં એકતાનગર ખાતે યોજાઈ હતી. ખાસ કરીને જુલાઈ મહિનામાં ગુજરાતમાં થયેલ ક્રાઈમ રિપોર્ટની માહિતી અધિકારીઓ પાસેથી મેળવવામાં આવી જેમાં વ્યાજખોરોની વિરુધ્ધમાં પરિણામ લક્ષી કામગીરી થઈ હતી જેમાં 64 ફરિયાદ દાખલ કરી 105 વ્યાજ ખોરો સામે ફરિયાદ કરી વર્ષમાં 400 વ્યક્તિઓની ધરપકડ કરાઈ, એટલુજ નહિ રાજ્યમાં 71 લોનમેલ મેળા પણ યોજાયા હતા. તેરા તુજકો અર્પણ કાર્યક્રમમા જુલાઈમાં 761 કાર્યક્રમ થયા 25 કરોડના મુદ્દામાંલ લોકોને પરત કરાયા હતા. જ્યારે વર્ષ દરમ્યાન 127 કરોડનો મુદ્દામાલ લોકોને આપ્યો, વધુ એક કાર્યક્રમમાં 3 વાત તમારી 3 વાત અમારી, સ્થાનિક લોકો સાથે મળી અને સ્થાનિક પ્રશ્નના નિકાલ માટે પ્રયત્ન કરવામાં આવ્યા હતા. તમામ જિલ્લાઓમા 222 કાર્યક્રમ થયા, સાયબર ક્રાઈમમાં પણ સાયબર સેન્ટર ઓફ એક્સલેન્સ હેઠળ જુલાઈમાં 28 કરોડ રૂપિયા લોકોને પરત કરાયા હતા. ફરાર આરોપીમાં ગુજરાત રાજ્યમાં જુલાઈમાં 434 આરોપીઓ ગુના કરી ભાગતા હતા તેમાંના 251 જે 1 વર્ષથી વધુ સમયથી ફરાર હતા તે મળી આવ્યા હતા. વળી 15 માર્ચ 2025 એ માત્ર 100 કલાકમાં અસામાજિક તત્વોની કામગીરી કરી ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તેવા 750 થી વધુ ડિમોલેશન કરાયા. 630 સરકારી જમીન પર બાંધકામ કરવામાં આવ્યું હતું તેમને ડિમોલિસ કરાયું. વળી 824 જામીન ભંગમા 106 જામીન રદ કરાયા.વીજળી કનેકશન ચોરીમાં 2190 કાર્યવાહી કરવામાં આવી. પોલીસની વ્યવસ્થા કેવી થાય તે જોઈ ઈમ્પ્રુવમેન્ટ કરવામાં આવે તે મુજબ કાર્યવાહી કરાય છે એટલે જ મુખ્ય ગુનાહોમાં ઘટાડા જોવા મળે છે. અસામાજિક તત્વોમાં પણ કાર્યવાહી થઈ જેમાં 2200 માંથી 1460 પાસા હેઠળ અને 300 ને તડીપાર કરાયા. સાથેજ પોલીસ સ્ટેશનની વ્યવસ્થા ફરિયાદોનો વ્યવહાર પોલીસ સ્ટેશન રેન્કિંગની વ્યવસ્થા કરવામાં આવી જેને આધારે પોલીસ સ્ટેશનના 1 થી 3 નંબર અપાયા હતા. પોલીસ સ્ટેશનમાં જે સ્વછતા છે તે પણ નોંધનીય રહી હતી.

 

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!