કાલોલ, પંચમહાલ
કાલોલ તાલુકાના શક્તિપુરા વસાહત કેનાલ ની બાજુમાં નેવરીયા ગામ તરફ ના ખેતરોમાં ખેતી વિષયક વીજ પુરવઠો કાલોલ એમજીવીસીએલ દ્વારા પૂરો પાડવામાં આવે છે. આ ખેતરોમાં ૫૦ જેટલાં થાંભલા આવેલા છે જેના પરથી ૧૧૦૦૦ વોલ્ટનો વીજ પ્રવાહ પસાર થતો હોય છે.
આ થાંભલા ઉપરના વીજ વાયરો ચાલુ વીજ પ્રવાહે લગભગ અઢી લાખ ઉપરના વિજ વાયરો ચોરી અજાણ્યા ચોરો દ્વારા કરવામાં આવી છે. આશ્ચર્યની વાત તો એ છે કે ૧૧૦૦૦ વોલ્ટની ચાલુ લાઈનમાં આ વાયર ચોરીને ચોરો પલાયન થઈ ગયા છે. આ અગાઉ પણ બે એક વાર આ જ રીતે વીજવાયરોની ચોરી કાલોલ તાલુકામાં થઈ હતી.આ વીજ ચોરો એટલા ચાલાક છે કે ૧૧૦૦૦ વોલ્ટના ચાલુ વિદ્યુત પ્રવાહમાં વીજ વાયરોને કાપી ચોરી કરે છે. આવા કુખ્યાત ચોરોને જલ્દીથી પકડવામાં આવે કારણકે અહિયાં ખેતી વિષયક વીજ જોડાણો ધરાવતા થાંભલા આવેલ છે અને વારંવાર આવું થવાથી કેટલાય દિવસો સુધી વીજળી ખોરવાય જાય છે જેથી ખેડૂતોને પારાવાર નુકશાન થાય છે. ખેતર માલિકો અને શક્તિપુરાના સરપંચની પણ એજ માંગ છે કે આવા ચોરને જલ્દી પકડવામાં આવે જેથી કરી અમારી ખેતીને નુકસાન ન થાય, અત્યારે ચોમાસાની સિઝન પૂર જોશમાં છે, ખેતરોમાં ઉભા પાક છે, તેમને પાણીની જરૂરિયાત હોય વીજળી ન હોય તો પાણી આપી શકાય નહીં.
એમજીવીસીએલના ઇજનેર એ. જે. ત્રિવેદી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે નેવરીયા વસાહતના ખેતરોમાંથી અઢી લાખ ઉપરાંત વીજ વાયરોની ચોરી ચોરો દ્વારા કરવામાં આવી છે જેનું પંચનામુ કરી તપાસ હાથ ધરાય છે, આ બાબતે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે અને યોગ્ય પગલા લઈ ફરીથી આવી વીજ ચોરી ન થાય તે માટે તજવીજ હાથ ધરાય છે. અગાઉ કનેટીયા બલેટીયા જંત્રાલ ફીડરના ગામોમાં આ રીતે ચોરી થઈ હતી જે ફરી ના થાય તે માટે યોગ્ય પગલા લીધા છે એ જ પ્રમાણે અહિયાં પણ પગલાં લેવામાં આવશે એમ જણાવ્યું હતું.
ધ ન્યૂઝ વેવ બ્યુરો ચીફ : રમેશભાઈ કોન્ટ્રાક્ટર – કાલોલ, પંચમહાલ






