સ્વ.અહેમદ પટેલની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલી

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સોનિયા ગાંધીના સલાહકાર સ્વ.અહેમદ પટેલની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા, સોનિયા ગાંધીના સલાહકાર અને રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા સ્વર્ગીય અહેમદ પટેલની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્ટેશન રોડ પર આવેલ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જીલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પૂર્વ જીલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, પાલિકાના દંડક હેમેન્દ્ર કોઠીવાલા, મહિલા મોરચાના જીલ્લા પ્રમુખ જ્યોતિ તડવી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ અહેમદ પટેલની તસવીર પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમને યાદ કર્યા હતા. અહેમદ પટેલે પોતાના રાજકીય જીવનમાં કોંગ્રેસ પાર્ટી માટે અવિસ્મરણીય યોગદાન આપ્યું હતું.જેના કારણે આજે પણ તેઓ રાજકીય જગતમાં વિશેષ સ્થાન પ્રાપ્ત છે.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!