પંચમહાલના ગુરુ બ્રાહ્મણ સમાજનું પોલીસ અધિક્ષકને આવેદન : વસંત ચાવડા વિરુદ્ધ કાર્યવાહીની માંગ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

પંચમહાલ,

પંચમહાલ જિલ્લાના ગુરુ બ્રાહ્મણ સમાજના અગ્રણીઓએ જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. આવેદનમાં અમરેલીના યુટ્યુબર વસંત ચાવડા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

યુટ્યુબર વસંત ચાવડાએ સોશિયલ મીડિયા પર ગુરુ બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ અપમાનજનક વિડીયો બનાવ્યો હતો. વિડીયોમાં સમાજ વિરુદ્ધ બિભત્સ ગાળો અને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વિડીયો યુટ્યુબ, ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપ પર વાયરલ થયો છે.

ગુરુ બ્રાહ્મણ સમાજ 1987થી ગુજરાતમાં કર્મકાંડ અને જ્યોતિષનું કાર્ય કરે છે. સંસ્થા શૈક્ષણિક કાર્યો, સમૂહલગ્નોત્સવ અને બચત મંડળો જેવી પ્રવૃત્તિઓ પણ કરે છે. સમાજના અગ્રણીઓનો આરોપ છે કે વસંત ચાવડા વિવિધ સમાજો અને ધાર્મિક સંગઠનો વિરુદ્ધ વિવાદિત વિડીયો બનાવી શાંતિનો ભંગ કરે છે.

સમાજે આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા, સાયબર ક્રાઈમ આઈટી એક્ટ અને ગુજરાત એન્ટી સોશિયલ એક્ટીવીટીઝ એક્ટ હેઠળ કાર્યવાહીની માંગ કરી છે. સમાજના પ્રતિનિધિઓએ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવાની તૈયારી દર્શાવી છે.

ધ ન્યૂઝ વેવ બ્યુરો ચીફ: રમેશભાઈ કોન્ટ્રાકટર – પંચમહાલ

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!