બનાસકાંઠા,
બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા છેલ્લા સાત દિવસમાં અવેદ્ય ખનનનું વહન કરતાં સાત વાહનો ઝડપી લાખો રૂપિયાના દંડ વસૂલ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી ગુરુપ્રીતસિંહ સરસવના માર્ગદર્શન હેઠળ ભૂસ્તર વિભાગની વિવિધ ટીમો ખનીજ ચોરી અટકાવવા સખત પ્રયાસમાં લાગી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ખનીજ વિભાગની ટીમને માહિતી મળેલ કે મોડી રાતે કૂચવાડા ત્રણ રસ્તા પર ખનીજ ચોરીની ગાડીઓ પસાર થવાની છે જે માહિતીના આધારે ખનીજ વિભાગની ટીમ રેતી ભરીને આવતાં ડમ્પરો પર વોચ રાખી રોયલ્ટી ચેક કરતાં ડમ્પરના ચાલક પાસે પાસ પરમિટ મળી ન આવતા ત્રણ ડમ્પર કબ્જો કરી લાખોના મુદ્દામાલને સીલ્સ કરી દંડનીય કાર્યવાહી કરી હતી ત્યાર બાદ કંસારી પાસે પણ એક ડમ્પર રોયલ્ટી પાસ વગર મળી આવતા તેની સામે પણ દંડનીય કાર્યવાહી હાથધરી હતી. સતત ચેકિંગના કારણે ખનીજ માફિયાઓ સતર્ક થઇ જતાં તેઓ ખનીજની ગાડીઓની વોચ રાખતા હોવાની ખબર પડતા ખનીજ અધિકારીઓ બીજા દિવસે એક ખનીગી વાહનમાં નીકળી ફરી દાંતીવાડા રોડ ઉપર ચેકીન હાથ ધરતા ત્યાં પણ બે ડમ્પર રોયલ્ટી પાસ કરતા વધુ ખનીજ વહન કરતા ઝડપાઈ ગયા હતા, જે ડમ્પરને કબ્જે કરી દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આમ એકજ દિવસમાં સાત ડમ્પર કબ્જે કરી લાખોનો દંડ વસૂલ કરવામાં આવતાં ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટર: જીગર બારોટ – ડીસા, બનાસકાંઠા
