બોડેલી,
અબોલા પશુઓ તથા લોકોના સ્વાસ્થ્ય સાથે આવા ચેડા કેમ?
આરોગ્ય વિભાગ ચોક્કસ રીતે તપાસ કરે તો બેચ નંબર પરથી સત્ય બહાર આવે એમ છે
છોટાઉદેપુર જિલ્લામાં આવેલ બોડેલી નજીક મેરીયા બ્રિજ નીચે એક્સપાયર તારીખની દવાઓ જોવા મળી. મેરીયા બ્રિજ ઉપરથી નીચે જોતા બ્રિજના પીલર પાસે એક્સપાયર ડેટ થયેલી દવાઓ કોઈક અજાણી વ્યક્તિ નાંખી ગઈ હોવાનું જોવા મળ્યું હતું. અલગ કંપનીની દવાઓ તથા ગોળીઓ સ્થળ ઉપર જોવા મળી હતી, આ દવાઓ કોણે નાખી એ તપાસ થવી જરૂરી છે.
દવાઓની ઉપર આવેલ પ્રિન્ટના બેચ નંબર ઉપરથી દવાઓ કોને લીધી હતી એ બાબતની તપાસ થઈ શકે એમ છે તો શું આરોગ્ય વિભાગ આ બાબતની તપાસ કરશે કે કેમ એ ચર્ચાનો વિષય છે અને વિચારવાનુ એ છે કે તંત્રના આ ભ્રસ્ટાચારના કારણે ક્યાં સુધી લોકોના સ્વાસ્થ્ય સાથે આ રીતના ચેડા થશે.
જ્યારે એક્સપાયર ડેટની દવાઓ પાણીમાં મિક્સ થતા લોકોના સ્વાસ્થ સાથે ચેડા થાય એમ છે સાથે સાથે આવી જગ્યા પર અબોલા પશુઓ પાણીમાં નહાવા તથા પાણી પીવાના અર્થે આવતા હોય છે તો શું આ દવાઓની ખરાબ અસર આ પશુઓના સ્વાસ્થ્ય સાથે નઈ થતી હોય?
આગળ જતાં આ જ પાણીને લોકો પીવાના ઉપયોગમાં પણ લેતા હોય છે તો પછી આ બધી દવાઓના કારણે લોકોના જીવનું જોખમ ઉભું થતું હોય છે, તો પછી આ બધી બાબતોનું ધ્યાન આવી દવાઓ નાખનાર વ્યક્તિને કેમ આવતું નથી અને આરોગ્ય વિભાગ આવા લોકો સામે કોઈ ચોક્કસ પગલાં કેમ નથી લેતું એ પણ લોકમુખે ચર્ચાનો વિષય છે.
થોડા જ સમય અગાઉ બોડેલી ચાચક વિસ્તારમાં હોસ્પિટલો નજીક આ જ રીતના મેડિકલ વેસ્ટ નાખવામાં આવ્યો હતો જે બાબતને પત્રકારો દ્વારા ઉજાગર કરવામાં આવેલ છતાં પણ તંત્ર દ્વારા કોઇ ચોક્કસ તપાસ કરી મેડિકલ વેસ્ટ નાખનાર ની સામે કોઈ દંડનીય કાર્યવાહી કરી હોય એવું જાણવા મળ્યું નથી,
તો આ બાબતની તપાસ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવશે ખરી કેમકે દવાઓ જોતા એવું લાગી રહ્યું છે કે કોઈ મેડિકલ સ્ટોર વાળા દ્વારા જ આ દવાઓ નાખવામાં આવી હશે. અત્યારે તો કોણે આ દવાઓ તથા ગોળીઓ બ્રિજની નીચે નાખી છે એ રહસ્ય જ છે પરંતુ આશા રાખીયે કે તંત્રની આંખો ખુલે અને આની નિષ્પક્ષ તપાસ કરી આવું ઝઘન્ય અપરાધ કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : ઝહીર સૈયદ – બોડેલી, છોટાઉદેપુર




