ડીસા, બનાસકાંઠા
ડીસા તાલુકાના જૂના ડીસા અને વાસણા ગામમાંથી પસાર થતી બનાસ નદીના પટ્ટમાંથી ગેરકાયદેસર રીતે થતી રેતીની રોજિંદી હેરાફેરી વચ્ચે ઓવરલોડ રેતી ભરેલ ડમ્પરે એક્ટીવાને અડફટે લેતા ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠાના ડીસા પંથકમાં કિંમતી એવી બનાસ નદીની રેતીની સમગ્ર રાજ્યમાં મોટી માંગ રહે છે જેના કારણે રેતી માફિયાઓ પુષ્કળ પ્રમાણમાં અવેદ્ય રેતી ખનન કરે છે. આ અવેદ્ય ખનનનું વહન કરવા વાળા ટ્રાન્સપોર્ટરો તંત્રની બીકે બેફામપણે ગાડીઓ હંકરતા હોય છે. આવી જ એક રેતી ભરેલી ટ્રકનો શિકાર એક સામાન્ય વ્યક્તિ બની ગયો. રેતીની હેરાફેરી કરતી ટ્રક નં.RJ27GE7053 ના ચાલકે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરીને એક્ટિવાને અડફટી લેતા વાસણા ગામના પરેશભાઈ ગહેલોત ઉંમર.30 વર્ષ ટ્રક ના ટાયર હેઠળ આવી જતા કરુણ મોત નીપજ્યું હતું.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : જીગર બારોટ – ડીસા, બનાસકાંઠા
