ભરૂચમાં વરસાદને કારણે અજગર ખેતરમાં દેખાયો,8 ફૂટ ના અજગરને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે છોડાયો

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા વરસાદને કારણે ગામડાઓમાં નદી-નાળા છલકાઈ ગયા છે. જેના કારણે સર્પ સહિતના જીવજંતુઓ બહાર આવી જતા લોકોમાં ભયનું માહોલ સર્જાયો છે. આવી જ એક ઘટના શુકલતીર્થ સામે આવેલ કરજણ ગામે બની હતી.કરજણ ગામ નજીક સાધના મંદિર ફાર્મ ખાતે ખેતરમાં એક વિશાળ અજગર જોવા મળ્યો હતો. ખેતરના માલિક રમેશ માલીવાડે તરત જ આ બાબતે સર્પ રેસ્ક્યુ કાર્યકરો ઝાહિદ દિવાન અને હિતેશ સોલંકીને જાણ કરી હતી. માહિતી મળતાં જ બંને કાર્યકરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા.સાવચેતીપૂર્વક 8 ફૂટના અજગરને કાબૂમાં લઈ સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વન વિભાગના માર્ગદર્શન હેઠળ અજગરને સુરક્ષિત સ્થળે છોડી દેવામાં આવ્યો હતો.

 

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!