ટંકારીયા, ભરૂચ
79 મા સ્વતંત્ર દિવસનની તાલુકા કક્ષાની ઉજવણીનો કાર્યક્રમ ગ્રામ પંચાયત ટંકારીઆના સાનિધ્યમાં ટંકારીઆ ગામ ખાતે રાખવામાં આવ્યો હતો.
ભરૂચ તાલુકા મામલતદાર માધવીબેન મિસ્ત્રી પોતાના સ્ટાફ ના કાફલા સાથે વહેલી સવારે ટંકારીઆ ખાતે આવી ગયા હતા. અને તેમના વરદ હસ્તે ધ્વજવંદન નો કાર્યક્રમ સંપન્ન થયો હતો. તેમની સાથે નાયબ મામલતદાર વિપુલ વસાવા, તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ તેમજ મામલતદાર કચેરીનો સ્ટાફ હાજર રહ્યો હતો. ધ્વજવંદન બાદ મામલતદાર સાહેબે તેમના કાર્યક્રમ અનુરૂપ પ્રવચન કર્યું હતું
ત્યારબાદ કન્યાશાળા [મુખ્ય], કન્યાશાળા [બ્રાન્ચ], કુમારશાળા [મુખ્ય] તથા કુમારશાળા [બ્રાન્ચ] ના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શ્રોતાજનોને પ્રભાવિત કરી દીધા હતા. મામલતદાર સાહેબ પણ આ કાર્યક્રમોથી ખુબ પ્રભાવિત થયા હતા.
ત્યારબાદ મહાનુભાવોએ ઈનામોથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. બાદમાં મામલતદાર અને તેમના સ્ટાફ દ્વારા કન્યાશાળા [મુખ્ય] ના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું.
આ પ્રસંગે ટંકારીઆ ગામના સરપંચ મંગાભાઇ વસાવા, ડે. સરપંચ સફ્વાન ભુતા, તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર, જિલ્લા પંચાયતના સભ્ય મલંગખાં પઠાણ, ગામની તમામ શાળાના શિક્ષકો, ગ્રામ પંચાયતના વોર્ડના સભ્યો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. પાલેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.આર. વ્યાસ મેડમ તેમના સ્ટાફ સાથે ખડે પગે ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં તમામ હાજરજનોને મીઠાઈ આપી મોઢું મીઠું કરાવી કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવી હતી.
આ સમગ કાર્યક્રમનું સંચાલન કન્યાશાળાના સિનિયર શિક્ષિકા સઈદાબેને તેમના આગવા અંદાજમાં કર્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમ ગ્રામ પંચાયત ટંકારીઆ દ્વારા આયોજિત હતો. આપ ને જણાવી દઈએ કે આજથી 2 મહિના પહેલા ગ્રામ પંચાયતોના ઇલેકશન થયેલ જેમાં ટંકારીયા ગામના લોકો દ્વારા ટંકારીયા ગ્રામ પંચાયતમાં સરપંચ સહીત પંચાયતની આખી બોડી નવી ચૂંટાય આવી હતી. આ આખી બોડી નવી હોય અને અને ઇતિહાસમાં પ્રથવાર આ રીતે તાલુકા કક્ષાના સ્વતંત્ર દિવસની ઉજવણી આટલી સફળતા પૂર્વક સંપન્ન કરવી એ ખરેખર સરાહનીય હતી. આ પ્રોગ્રામની સફળતા પૂર્વક પુર્ણાહુતી બાદ ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ તથા પંચાયત્ન સભ્યો ઘણા ખુશ દેખાતા હતા. આ બાબતે ટંકારીયા ગામના ડેપ્યુટી સરપંચ સાફવાનભાઈ ભૂટા સાથે વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે જયારે અમને આ પ્રોગ્રામના આયોજનની તક મળી તો અમે ઘણા ઉત્સાહી હતા, પરંતુ સાથે સાથે આ પ્રોગ્રામને સફળ બનાવવા થોડી મુંજવણમાં પણ હતા કારણકે અમારી પંચાયતની આખી બોડી નવનિયુક્ત છે અને ઇતિહાસમાં પ્રથમ વાર ટંકારીયા ગામને આવો અવસર મળ્યો હતો જેને અમારે સફળતા પૂર્વક પાર પાડવાનો હતો. અમારા સરપંચ, અમારી પંચાયતની આખી બોડી તથા ગામના લોકો અને વડીલોની મહેનતથી અમે આ પ્રોગ્રામનું સફળતા પૂર્વક આયોજન કરી શક્યા જેનો અમને આનંદ છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હાલ અમારી પંચાયતની આખી બોડી ટંકારીયા ગામમાં વિકાસના કામો કરવા ઘણી ઉત્સાહી છે, જેની સાથે સાથે અમો આવતાં દિવસોમાં અવાર નવાર આવા રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ કરતાં રહીશું અને રાજ્યમાં ટંકારીયા ગામને વધુમાં વધુ ઊંચાઈ પર લઇ જવાની કોશિષ કરતાં રહીશું.





