ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્ત ખેડૂતોનું ભરૂચ કલેક્ટરને આવેદન

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

– જંત્રી ડ્રાફ્ટ ૨૦૨૪ મુજબ વળતર ચૂકવવાની માંગણી કરવા મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો જોડાયા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકા વિસ્તારમાં ભાડભૂત બેરેજ ડાબા કાંઠા પુર સંરક્ષણ પાળાની અસરગ્રસ્ત જમીનોના ખેડૂતોને ન્યાયસંગત વળતર ચૂકવવાની માગ સાથે ખેડૂત સમન્વય સમિતિએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

ખેડૂતોએ આપેલા આવેદનમાં જણાવાયું છે કે તા.૧૧ ઑગસ્ટ, ૨૦૨૫ના રોજ ગુજરાત હાઈકોર્ટે સરકાર દ્વારા હાથ ધરાયેલી ખોટી સંપાદન પ્રક્રિયાને રદ કરવાનો નિર્ણય લીધો છે, જેને ખેડૂતો હર્ષથી આવકારી રહ્યા છે. હવે સરકાર દ્વારા નવેસરથી થનારી સંપાદન પ્રક્રિયામાં કાયદાકીય જોગવાઈઓનું સંપૂર્ણ પાલન થવું જોઈએ તેવી ખેડૂતોની માંગ છે.

ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે ગુજરાત સુધારા અધિનિયમ ૨૦૧૬ ની કલમ ૨૬(૨) મુજબ સંપાદન સમયે ફરજીયાતપણે બજાર કિંમતનું પુનઃનિર્ધારણ (રીવાઈઝડ) કરવાની જોગવાઈ છે. તેથી આવનારી સંપાદન પ્રક્રિયામાં વર્ષ ૨૦૨૫ની વર્તમાન બજાર કિંમત તેમજ રાજ્ય સરકારે જાહેર કરેલી સાયન્ટીફીક સુચિત જંત્રી (જંત્રી ડ્રાફ્ટ–૨૦૨૪) મુજબ વળતર ચૂકવવામાં આવે તે અનિવાર્ય છે.

અસરગ્રસ્ત ખેડૂતોનું કહેવું છે કે આ યોજના અંતર્ગત જમીન ગુમાવવાના કારણે તેમના જીવન–જીવિકાના પ્રશ્નો ઊભા થયા છે.જો વળતર ન્યાયસંગત અને સમયસર નહીં મળે તો ખેડૂતો આર્થિક રીતે કંગાળ થવાના ભય છે. તેથી કલેક્ટરએ ત્વરિત પગલાં લઈ સહાનુભૂતિપૂર્વક ન્યાયસંગત વળતર ચુકવવા કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ કરી છે.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!