અંકલેશ્વર, ભરૂચ
અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે. અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક આવેલ એપલ પ્લાઝા કોમ્પલેક્ષમાં કારચાલક કાર લઇ પાર્કિંગમાંથી બહાર આવી રહ્યો હતો એ દરમિયાન અચાનક જ કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. કારચાલક સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો. આ તરફ અન્ય એક કાર પણ આગની ચપેટમાં આવી ગઈ હતી એક સાથે બે કાર ભડકે બળતા દોડધામ મચી જવા પામી હતી. આ અંગેની જાણ થતા ડીપીએમસીના ફાયર ફાયટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણી તેમજ ફોર્મનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.આગ કયા કારણોસર લાગી તે જાણવા મળી શકયુ નથી.




