રાજપીપલા,
રાજપીપલા,
દેશના 79 માં સ્વતંત્રતા પર્વ નિમિતે ઈન્ડિયન એરફોર્સ સ્ટેશન વડોદરા દ્વારા વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એરફોર્સના જવાનો દ્વારા યુનિફોર્મમાં સજ્જ બની બેન્ડ દ્વારા દેશ ભક્તિને સમર્પિત ગીતો અને મ્યુઝિક વગાડી એક સુંદર ” બેન્ડ પર્ફોમન્સ” નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં એરફોર્સ ના કમાન્ડિગ ઓફિસર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઓફિસરો સાથે મોટી સંખ્યામાં હાજર પ્રવાસીઓએ આ બેન્ડ પર્ફોમન્સને માણ્યો હતો અને પ્રથમવાર એરફોર્સના જવાનોને મ્યુઝિક વગાડતા પ્રવાસીઓ એ નિહાળ્યા હતા.
અધિકારીઓનું પણ માનવું છે કે જાહેર જનતા વચ્ચે એક એરફોર્સ બેન્ડનું પરફોમન્સ થાય અને એક સમન્વય સર્જાય, જવાનોને પણ દેશના આયર્નમેન એવા સરદાર વલ્લભભાઈની પ્રતિમા સ્થળે જાહેર કાર્યક્રમ કરવાનો મળ્યો એટલે તેઓ ખુબ ઉત્સાહિત જોવા મળ્યા હતા.




