ભરૂચ,
– પ્રકાશ માલી શ્રી રામદેવ પીર ના નામથી વર્ષોથી ચલાવતો હતો કેટરર્સ : એ ડિવિઝન પોલીસ મથકનો કાફલો, ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે
– મૃતદેહનો કબ્જો મેળવી પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથધરી
ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલી આશીર્વાદ સોસાયટીમાં એક ચકચારી ઘટના સામે આવી છે. અહીં વર્ષોથી રહેતા કેટરિંગ વ્યવસાયના સંચાલક મૂળ રાજસ્થાની યુવકની અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાંખતા પોલીસ કાફલો દોડતો થયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના નંદેલાવ ગામની આશીર્વાદ સોસાયટીના બી-૧૩માં રહેતા પ્રકાશ માલીની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. મૂળ રાજસ્થાનના વતની પ્રકાશ માલી ‘શ્રી રામદેવ પીર કેટરર્સ’ નામથી કેટરિંગનો વ્યવસાય ઘણા વર્ષોથી ચલાવતા હતા.હત્યારાઓએ તેમના હાથ-પગ બાંધીને નિર્દયી રીતે હત્યા કરી ફરાર થઈ જતા ચકચાર મચી હતી. ઘટનાની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો તો ડીવાયએસપી સી કે પટેલ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસે મૃતદેહનો કબ્જો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. રાજસ્થાની યુવકની હત્યા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ પોલીસે અજાણ્યા ઈસમોને ઝડપી પાડવા આ મામલે તપાસ શરૂ કરી છે.





