ધાનેરા, બનાસકાંઠા
ધાનેરા તાલુકાના દેઢા ગામે આદિત્ય બિરલા કંપનીના સોલાર પ્રોજેક્ટ માંથી સોલાર પ્લેટોમાંથી સ્ટીંગ કોમ્બાઈનલ બોક્સમાં જતા વિજ લાઈન ના સ્ટીંગ ટેબલ 4 sq. mm DC સોલાર કેબલ અંદાજીત ચાર હજાર મીટર કીંમત રું 148000 ચોરી થયાની ફરીયાદ નોંધાવતા ધાનેરા પોલીસ ઇન્સ્પેકટર એમ.જે.ચોધરી એ પોતાની ટીમના હેડ કોન્સ્ટેબલ દાદાભાઈ, ભીખાભાઈ, ભુરાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ રમેશ ભાઈ, પ્રવિણ ભાઈ, જોરસીહ વગેરેની ટીમ બનાવી હુમન સોસૅ તથા ટેકનીકલ સોસૅ ના આધારે રાત્રી પેટ્રોલીંગ દરમિયાન એક કેમ્પર ગાડીને ઉભી રખાવી તપાસ કરતાં આ ગાડીમાં બેઠેલા લોકોએ ચોરી કરી હોવાનું જણાઈ આવતા પોલીસે ગાડીમાં બેઠેલા તમામ ઇસમોને દબોચી લીધા હતા. આ ઈસમોની ઉલટ તપાસ કરતાં તેઓએ ચોરીની કબૂલાત કરી ચોરીનો મુદ્દામાલ પણ પોલીસે રીકવર કર્યો હતો. ચોરી થયેલ માલની કિંમત રું. 5328 તથા સ્ટીગ કેબલ માંથી કાઢેલ કોપર 148 કિ.ગ્રા. રુ. 111637 તથા ત્રણ પકડ તથા કેમ્પર ગાડી સહિત કુલ કી. 617145 નો મુદ્દામાલ કબજે લીધો હતો. ધાનેરા પોલીસે ગણતરીના કલાકોમાં આ ચોરીના આરોપી 1. વિપુલ ભાઈ રમેશભાઈ રાવણા રાજપૂત 2. રમેશભાઈ વેના ભાઈ રાવણા રાજપૂત રહે. રણોદર તા. સીતલવાણા જી.જાલોર. 3. નરેશ ભાઈ ઈશ્વર ભાઈ રાવણા રાજપૂત રહે. મકડાલા. તા. દિયોદર 4. અંકિત ભાઈ ગણપત ભાઈ વજીર રહે. ભોરડુ. તા.થરાદ. 5. રમેશભાઈ ઓટારામ વાલ્મીકિ રહે. રણોદર તા. સીતલવાણા. રાજસ્થાન વાલા ઓને પકડીચોરીનો ગુનો નોંધી જેલના હવાલે કર્યો છે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : વિષ્ણુ ભાઈ પિથાણી, ધાનેરા – બનાસકાંઠા