વાલોઠી, છોટાઉદેપુર
સ્વતંત્રતા પર્વના પૂર્વે વાલોઠી ક્લસ્ટરમાં સમાવિષ્ટ તમામ શાળાઓમાં મારી શાળા-પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં દરેક વિદ્યાર્થીઓ પોતાના ઘરમાં વપરાતા સિંગલ યુઝ પ્લાસ્ટિક જેમ કે શાકભાજીની પોલીથીનના ઝભલાં, દૂધની થેલી, પડીકા, ફાસ્ટ ફૂડ પેકિંગનું પ્લાસ્ટિક તેમજ અન્ય રોજિંદા જીવનમાં વપરાતું નકામું પ્લાસ્ટિક એકત્ર કરી પોતાના જ ઘરમાં નકામી પડી રહેલ પાણીની તેમજ ઠંડા પીણાની બોટલોમાં ભરી પ્લાસ્ટિકને લોક કરવામાં આવી રહ્યું છે. તમામ શાળાઓ દ્વારા અત્યાર સુધી 1100 થી પણ વધુ બોટલો એકત્ર કરી લેવામાં આવી છે. મારી શાળા-પ્લાસ્ટિક મુક્ત શાળા, મારું ઘર-પ્લાસ્ટિક મુક્ત ઘર, મારું ગામ-પ્લાસ્ટિક મુક્ત ગામ, મારો દેશ-પ્લાસ્ટિક મુક્ત દેશ જેવા સંકલ્પો સાથે જેમ ગુલામીની બેડીઓ તોડી તેમ પ્લાસ્ટિકની બેડીઓ તોડવા રોજિંદા જીવનમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : રાજેશ ત્રિવેદી, બોડેલી – છોટાઉદેપુર





