નર્મદા જિલ્લામાં સાયબર ક્રાઇમના કોન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરીની ધરપકડ બાદ સાત દિવસના રિમાન્ડ પુરા થતા કસ્ટડીમાં મુકાયો

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

રાજપીપળા,

7 દિવસના રિમાન્ડ માં પણ લક્ષ્મણ ચૌધરી એ પોલીસને સહકાર ના આપ્યો : પોલીસને કોઈ માહિતી ના મળતા તપાસની  દિશા બદલી

નર્મદા જિલ્લાના સાયબર ક્રાઈમ સેલના પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરીએ સાયબર ફ્રોડ કર્યું હોવાનું બહાર આવતાં જ કોન્સ્ટેબલ સામે જ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં  આવી હતી.પોલીસે કોર્ટમાં રજુ કરતા તપાસ માટે નામદાર કોર્ટે 7 દિવસના રિમાન્ડ આપ્યા છતાં પોતે પોલીસ કર્મી હોવા છતાં રિમાંડ દરમ્યાન લક્ષ્મણ ચૌધરીએ પોલીસને સહયોગ આપ્યો નહીં અને ગોળ ગોળ જવાબ અપાતો રહ્યો એવું તપાસ અધિકારીનું કહેવું છે એટલે હવે પોલીસે બીજી દિશામાં તપાસ ચાલુ કરી અન્ય પુરાવા શોધવાના શરૂઆત કરી છે. રિમાન્ડ પુરા થતા કોન્સ્ટેબલને રાજપીપળા જિલ્લા જેલમાં મોકલી દેવયો છે.

મળતી માહિતી અનુસાર છેલ્લા એક વર્ષથી રાજપીપળા પોલીસના સાયબર સેલમાં કામ કરતા પોલીસકર્મી લક્ષ્મણ ચૌધરી કોઈની પણ ફરિયાદ વગર જિલ્લાના અન્ય પોલીસ અધિકારીઓની જાણ બહાર સરકારી મેઇલ આઇડી પરથી જે પણ માલેતુજાર હોય એના બેન્ક ખાતા બંધ કરવા માટે જે તે બેંકોને મેઇલ દ્વારા જાણ કરતો હતો. બેંક ખાતા બંધ થયા બાદ ફરિયાદ માટે સાયબર સેલમાં આવનારા પાસેથી લક્ષ્મણ ચૌધરી પૈસાની માંગણી કરતો હતો.

સાયબર સેલમાં થતા આ ગેરકાયદે કામ અંગે નર્મદા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેને ફરિયાદ કરતા તેમને તપાસ કરી હકીકત લગતા ફરિયાદ નોંધવા સૂચના આપી હતી બાદમાં આ લક્ષ્મણ ચૌધરીને સસ્પેન્ડ કરી દેવાનો  હુકમ કરાયો હતો. ત્રણ મહિના સુધી તપાસ હાથ ધરાયા બાદ તેનો સમગ્ર રિપોર્ટ એસપીને કરવામાં આવ્યો હતો અને આ રિપોર્ટની જાણ રેન્જ આઇજી, ડીજીપી તેમજ ગૃહ વિભાગને કરાઇ હતી.

પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો દાખલ કરવાની સૂચના મળતા લક્ષ્મણ ચૌધરી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ બાબતે વધુ તપાસ નર્મદા એસ.ઓ.જી  પી.આઈ વાય.એસ.સિરસાઠ ને સોંપવામાં આવી. લક્ષ્મણ ચૌધરીએ કેટલા રૃપિયાનું સાયબર ફ્રોડ કર્યું છે એ ઊંડી તપાસ માટે તા.૨૩ જુલાઇના રોજ દાખલ થયેલી ફરિયાદ બાદ ધરપકડ કરાઇ હતી  અને કોર્ટમાં રજૂ કરી કોન્સ્ટેબલના સાત દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા પરંતુ પોલીસ ને આ 7 દિવસના રિમાન્ડમાં પણ કઈ માહિતી મળી નહિ, હવે પોલીસ અલગ દિશામાં કામગીરી કરી રહ્યા છે.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!