AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની જન્માષ્ટમી જેલમાં : સુનવણી 28 ઓગસ્ટે થશે

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

રાજપીપળા,

AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની જન્માષ્ટમી જેલમાં  જવાની  કારણ કે  જે 13 સપ્ટેમ્બરે નામદાર હાઇકોર્ટમાં જે સુનવણી થવાની હતી જેમાં રાજ્ય સરકાર વતી વકીલે એફિડેવિટ માટે સમય માંગતા ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી પર વધુ એક મુદ્દત પડી છે.  હવે આ સુનવણી આગામી 28 ઓગસ્ટે થશે એટલે ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો  છે.

ડેડીયાપાડા ATVT બેઠકમાં એક આદિવાસી નેતા તાલુકા પંચાયતના પ્રમુખ પર ધારાસભ્ય ચૈતર વસાવા એ હુમલો કર્યો માર માર્યો જે આક્ષેપ સાથે સંજય વસાવાએ ડેડીયાપાડા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજુ કર્યા હતા. જોકે જેતે સમયે નામદાર કોર્ટે જમીન નામંજૂર કર્યા, બાદમાં રાજપીપલા સેસન્સ કોર્ટમાં જમીન માટે અરજી કરતા ત્યાં પણ જમીન નામંજૂર થતા હવે મામલો ગુજરાત હાઇકોર્ટમાં ગયા છે ત્યારે 5 ઓગસ્ટના રોજ સુનવણી હતી જેની તારીખ પડી અને 13 ઓગસ્ટ થઈ જે સુનવણી થાય એ પહેલા રાજ્ય સરકાર વતી વકીલે એફિડેવિટ માટે સમય માંગ્યો જેથી નામદાર કોર્ટે જામીન અરજી પર 28 ઓગસ્ટના સુનાવણી હાથ ધરાશે જેથી AAPના MLA ચૈતર વસાવાને વધુ દિવસ જેલમાં રહેવું પડશે.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!