ભરૂચ,
– આરોપી છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હોય પેરોલ ફ્લો સ્કોર્ડે રાજકોટથી પકડી પાડ્યો
ભરૂચ જીલ્લાના ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક અજય કુમાર મિણાએ પેરોલ જમ્પ ફરારી આરોપી તથા નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગેની ખાસ ઝુંબેશ રાખી હતી જેના અનુસંધાને ભરૂચ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઈન્સ્પેક્ટર આર એસ રાઠોડ, હેડ કોન્સ્ટેબલ મગનભાઈ દોલાભાઈ દ્વારા એક ટીમ બનાવી જીલ્લાના બનેલા ગુનાઓમાં નાસતા ફરતા લીસ્ટેડ આરોપીઓને પકડવા સારું રાજકોટ ખાતે તપાસમાં ગયેલ હતા તે દરમ્યાન મળેલ બાતમી અને હ્યુમન રીસોર્સ અને ટેકનિકલ સર્વિલન્સના આધારે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં એક ગુનાના કામનો નાસતો ફરતો આરોપી મુકેશ માલજીભાઈ રાઠોડ રહે.રાબદાર, સરપંચ ફળિયુ તા.જી.દાહોદ હાલ રહે.અરણી તા.ઉપલેટા જી.રાજકોટને અરણી મુકામેથી હસ્તગત કર્યો હતો ત્યાર બાદ હસ્તગત કરેલા આરોપીને આગળની કાર્યવાહી માટે ઝઘડિયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.




