આમોદના ઢાઢર નદીના બ્રીજની માર્ગ મકાન વિભાગ તેમજ ક્લસ્ટિંગ ટીમ દ્વારા બ્રીજની ગુણવત્તાની તપાસ હાથ ધરાઈ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

પાદરા તાલુકાના મુજપુર ગામે મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બની હતી અને આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવ્યો હતો જેમાં નિર્દોષ લોકોના જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો ત્યારે આ દુર્ઘટનાના પડઘા માત્ર પાદરા પુરતા સીમીત નથી રહ્યા. આ ઘટના બનતાની સાથે જ ભરૂચ જીલ્લાના આમોદ પાસેથી પસાર થતાં નેશનલ હાઈવે નંબર ૬૪ ઉપરના ઢાઢર નદીનો બ્રીજ જે જંબુસર સહિત વડોદરા અને સૌરાષ્ટ્રને જોડતો ૨૪ કલાક ઈન્ડસ્ટ્રીયલ મટીરીયલ ભરેલા કોમર્શિયલ ભારદારી વાહનો તેમજ પ્રાઈવેટ વાહનોથી ધમધમી રહ્યો હતો અને ભયજનક સ્થિતિમાં હોય અને તેના પરથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ હોય એવી સ્થિતિનું નિર્માણ થયું હતુ. આ બાબતે કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનોએ વહીવટી તંત્ર આંખો  ખોલવા આશ્ચર્યજનક કાર્યક્ર્મ કરી ભારદારી વાહનોને બ્રિજ પરથી બંધ કરવા બ્રીજના પાયા સહિત સ્ટ્રક્ચરની ચકાસણી કરવી વગેરે લોકહિત સદર્ભે માંગણી કરી હતી અને પોલીસે તેમની અટકાયત કરી હતી ત્યાર બાદ ભરૂચ જીલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા સહિત અધિકારીઓ નિરીક્ષણ માટે ઢાઢર નદીના જર્જરીત બ્રીજની મુલાકાત લીધી હતી અને ભારદારી વાહનો માટે ઢાઢર નદીના બ્રીજ ઉપર પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઘણા દિવસો વીત્યા બાદ પણ કોઈ ભયજનક બ્રીજની તંત્ર તરફથી કોઈ અપડેટ ન જણાતા જંબુસર સ્થિત ઈટોના ભઠ્ઠા માલીકો તેમજ ટ્રાન્સપોર્ટના માલીકોએ ભરૂચ કલેકટરને ૪૦ થી ૫૦ કિલોમીટરનો ફેરાવો સહિત વિવિધ મુદ્દે વહેલી તકે બ્રીજ બાબતે યોગ્ય અપડેટની માંગણી કરી હતી. આમોદ -જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીએ તો લોકહીતના કાર્ય માટે  છેક દિલ્લી સુધી રાષ્ટ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીની મુલાકાત કરી હતી અને લેખિત અને મૌખિક રજુવાત કરી હતી, ત્યારે આજરોજ માર્ગ અને મકાન વિભાગ તેમજ ક્લસ્ટિંગ ટીમ દ્વારા બ્રીજની ગુણવત્તાની તપાસ હાથ ધરાઈ હતી. એન.ડી.ટી ટેસ્ટ, બ્રીજના સ્લેબમાંથી કોર લેડેલ ટેસ્ટ માટે કાઢવામાં આવ્યા હતા અને બ્રીજના પિલ્લરમાં તેમજ કેપમાંથી કોર લેડેલ ક્રેઈનની મદદથી કાઢવામાં આવ્યા હતા. હવે બ્રીજની ક્ષમતા કેવી છે અને સ્ટ્રક્ચર સહિત બ્રિજના સ્લેબની સ્તિથી કેવી છે એના માટે રિપોર્ટની રાહ જોવી પડશે.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!