રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે બોડેલી ખાતે તિરંગા યાત્રા રેલી સ્વરૂપે યોજાઈ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

બોડેલી,

છોટાઉદેપુર જિલ્લામાં દરેક તાલુકામાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણી હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે એ અનુસંધાને બોડેલી નગર ખાતે પણ અલીપુરાથી સેવાસદન સુધી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી જેમાં  નવજીવન હાઈસ્કૂલ તથા ખત્રી વિદ્યાલય માંથી 1200 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. આ તિરંગા યાત્રા સવારમાં 10 કલાકે બોડેલી અલીપુરા સર્કલ ખાતેથી શરૂ કરવામાં આવી હતી અને સેવાસદન પૂર્ણ થઈ હતી જેમાં ASP ગૌરવ અગ્રવાલ તથા PI બી એસ ચૌહાણ સહિત પોલીસ સ્ટાફ પણ હાથમાં તિરંગા લઈ રેલીમાં જોડાયા હતા. બોડેલી અલીપુરાથી સેવાસદન સુધી સ્કૂલના વિદ્યાર્થીઓ સહિત વહીવટી અધિકારીઓ તિરંગા યાત્રામાં જોડાયા હતાં, સાથે સાથે બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ તથા તાલુકા પંચાયતના અન્ય સભ્યો પણ તિરંગા યાત્રામાં જોડાયા હતા. આ પ્રસંગે સમગ્ર બોડેલી નગર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું, તમામ મહાનુભવોએ હાથમાં તિરંગો લહેરાવતા યાત્રામાં દેશભક્તિનો રંગ ચડેલો હોય એવું જોવા મળ્યું હતું. તિરંગો લહેરાવતા લહેરાવતા ડીજેના તાલે દેશભક્તિના ગીતોની સાથે સમગ્ર રેલી સેવાસદન સુધી પહોંચી હતી. સમગ્ર તિરંગા યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો અને પોલીસ વિભાગ અને  અન્ય અધિકારીઓ તિરંગા યાત્રામાં જોડાઈ પોતાનો દેશ પ્રત્યેની લાગણી દર્શાવી હતી.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : ઝહીર સૈયદ – બોડેલી, છોટાઉદેપુર

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!