કાલોલ,
કાલોલ નગરમાં આવેલા આશિયાના સોસાયટીમાં બીજા તબક્કાની ડિમોલેશન કામગીરી હાથ ધરાઈ હતી. કાલોલ મામલતદાર અને પ્રાંત સાહેબના આદેશ અનુસાર આજે આશિયાના સોસાયટીમાં વધુ 11 મકાનો તોડી પાડવામાં આવ્યા. સખત પોલીસ બંદોબસ્ત સાથે આ ડિમોલેશન કામગીરી કરવામાં આવી. વહીવટી તંત્ર ખડે પગે હાજર રહી તમામ મકાનો ત્રણ જેસીબી દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. કાલોલ મામલતદારના જણાવ્યા અનુસાર આ તોડી પાડેલ મકાનો ના સ્થાને પોલીસ કોટર્સ અને ડીવાયએસપી ઓફિસ બનાવવામાં આવશે સમગ્ર ડિમોલેશનની કામગીરી બપોર બાદ શાંતિપૂર્ણ પૂર્ણ થઈ ત્યારે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ આશિયાના સોસાયટીમાં કુલ ૩૦ જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. 40 થી 45 વર્ષથી વસવાટ કરતા મકાનોમાં વસવાટ કરતા લોકોના આંખમાં આંસુ આવી ગયા હતા જેના કારણે વાતાવરણ ગમગીન થયું હતું. આ વસવાટ કરનાર કુટુંબો તરફથી સરકારનો કોઈ વિરોધ કરવામાં આવ્યો નથી. સમગ્ર ડીમ્બોલેશનની પ્રક્રિયા સરકારી તંત્ર અને પોલીસ સ્ટાફ દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરાવી હતી. આ મકાનોમાં રહેતા લોકો દ્વારા થોડા સમય પહેલા કોર્ટમાં ડિમોલેશન ની કામગીરી અટકાવવા અપીલ કરવામાં આવી હતી પરંતુ કાયદા આગળ બધું નકામું એમ તેઓની અપીલ ફગાવી દઈ ડેમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ધ ન્યૂઝ વેવ બ્યુરો ચીફ : રમેશભાઈ કોન્ટ્રાક્ટર – કાલોલ, પંચમહાલ





