પાંથાવાડા વિસ્તારમાં એલ.સી.બી એ વિદેશી દારૂની હેરાફેરી કરતી ઈકો ગાડીને ઝડપી પાડી

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

બનાસકાંઠા,

શ્રી એ.વી. દેસાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી. બનાસકાંઠા નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસો શ્રી એસ.બી.રાજગોર, પો.સબ.ઇન્સ. એલ.સી.બી., શ્રી રાજેશકુમાર – હેડ કોન્સ., શ્રી ઈશ્વરભાઈ – હેડ કોન્સ., શ્રી પ્રકાશભાઈ – હેડ કોન્સ., શ્રી મહેશભાઈ – પો. કોન્સ. તથા શ્રી અરજનાજી – હેડ કોન્સ. પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન બાતમી મળેલ હતી કે GJ-05-JF-9697 નંબરની ઇકો ગાડીમાં વિદેશી દારૂની હેરફેર થઇ રહેલ છે જેના આધારે પોલીસે ગાડીને અટકાવી તપાસ કરતાં ગાડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ–36, કિં. રૂ.62134, ઇકો કાર કિં. રૂ. 2,00,000 તથા એક મોબાઈલ કિં. રૂ.10,000 મળી કુલ રૂ.2,72,134 ના મુદામાલ સાથે આરોપી કમલેશભાઈ જગદીશ ભાઈ વીશ્નોઈ ઉમર.24. ધંધો–વેપાર,રહે, ડડુસણ, પોસ્ટ. બાવરલા તા.સાંચોર જિલ્લો, ઝાલોર.(રાજસ્થાન) ને ઝડપી ગુનો દાખલ કરી આરોપી પાસેથી કોને દારૂ મંગાવ્યો તથા કોને માલની ડિલિવરી આપવાની હતી તેની વિગતો મેળવી તેઓ વિરુદ્ધ તા. દાંતીવાડા, પાંથાવાડા શહેરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : જીગરભાઈ બારોટ, ડીસા – બનાસકાંઠા

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!