ભરૂચ,
– ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ સમસ્યાઓના નિવારણ તેમજ કાયદો વ્યવસ્થાની જાળવણી બાબતે ચર્ચા કરાઈ
ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનને એક પરિપત્ર દ્વારા જાણ કરવામાં આવી છે કે દરેક પોલીસ સ્ટેશને તેમના વિસ્તારમાં આવતા ગામોના સરપંચો સાથે પરીસંવાદ કાર્યક્રમનું આયોજન કરવું તેના અનુસંધાને નેત્રંગ પો.સ્ટેશનના પી.આઈ. આર.સી.વસાવાના અધ્યક્ષસ્થાને વિવિધ ગામોના સરપંચો સાથે પોલીસ અધિકાર ક્ષેત્રને લગતી કોઇ ઘટના બને ત્યારે તાત્કાલિક પોલીસને જાણ કરી પોલીસની મદદ મેળવવી જેવા મહત્વના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગામ્ય વિસ્તારમીં અસામજીક તત્વોની સમસ્યા, બાળકોને લગતા વિવિધ મુદ્દાઓ, સ્ત્રી અત્યાચારનો મુદ્દો, વિવિધ જાહેર પ્રશ્નોના નિવારણનો મુદ્દો સહિતની વિવિધ બાબતોમાં પોલીસની મદદ મેળવવી અને લોન મેળા જેવા કાર્યક્રમ યોજવા ઉપરાંત યુવાનોને રોજગારી મળે તેવા વિવિધ મુદ્દાઓને આ પરીસંવાદમાં આવરી લઇને તે માટે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત સરપંચોને સાયબર ફ્રોડનો ભોગ બનતા કેવી રીતે અટકાવવું અને જો કોઇ આવી છેતરપિંડીમાં સપડાય તો તાત્કાલિક સ્થાનિક પોલીસ તેમજ જિલ્લા સાયબર વિભાગને જાણ કરવી તેમ સમજાવ્યું હતું. વધુમાં ટ્રાફિકના નિયમો જળવાય તો અકસ્માતો થતાં અટકે તેથી વાહનચાલકોએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું તેમ આ પ્રસંગે પોલીસ દ્વારા જણાવાયું હતું.





