પંચમહાલ,
કાલોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા સરપંચ પરિ સંવાદ કાર્યક્રમ યોજાયો આજરોજ સરપંચ અને પોલીસનો સમન્વય જળવાઈ રહે તે માટે પોલીસ ઇન્સ્પેક્ટર આર ડી ભરવાડના અધ્યક્ષતામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીકે ક્રિશ્ચિયન અને અન્ય સભ્યો ઉપસ્થિત રહી કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા 45 ગ્રામ પંચાયતના સરપંચોનું રજીસ્ટ્રેશન કરી સ્વાગત કરી તમામ સ્થાનિક આગેવાનોની હાજરીમાં નવા કાયદાની સમજણ આપી કાર્ય પદ્ધતિથી સમજાવી જિલ્લા પોલીસ દ્વારા કાલોલની પ્રશંસનીય કામગીરી જનભાગીદારી દ્વારા કાલોલ શહેરમાં તેમજ ગામડાઓમાં સીસીટીવી ઇન્સ્ટોલેશન કરાવવાનું તથા મહિલાઓ તેમજ બાળકોની સુરક્ષા બાબતેની ચર્ચા કરવામાં આવી. ઈમરજન્સી સરકાર દ્વારા ચાલુ કરાયેલ અભિરક્ષક 112 મોબાઈલ અંગેની માહિતી આપી હતી તેનો ઉપયોગ કરવા અને તેની વિગતોની જાણકારી આપી હતી. વધુમાં ટ્રાફિક સાયબર ક્રાઇમ નિયમોનું પાલન કરવાની સમજણ આરડી ભરવાડ દ્વારા આપવામાં આવી હતી. ગામડામાં બનતા બનાવવાની માહિતી તેમજ અન્ય યોજનાઓ વગેરે મુદ્દાઓની પરસ્પરસ સંવાદના માધ્યમથી સરપંચો અને પોલીસ વચ્ચે નિરાકરણ લાવવા અને પોલીસની કાર્યપદ્ધતિમાં વધુ પ્રજાલક્ષી બને તે માટે આ પરિશ્રમ એ યોજાયો હતો તેમાં નવા ચૂંટાયેલા 45 ગ્રામ પંચાયતના સરપંચો હાજર રહ્યા હતા.
ધ ન્યૂઝ વેવ બ્યુરો ચીફ : રમેશભાઈ કોન્ટ્રાક્ટર – કાલોલ, પંચમહાલ







