ભરૂચ,
શ્રાવણ માસમાં રોજ ભગવાન નીલકંઠેશ્વર મહાદેવનો વિશેષ શણગાર કરવામાં આવતો હોય છે. આ શણગારના દર્શન કરવા માટે ભક્તોની ભીડ જોવા મળતી હોય છે ત્યારે શનિ અને રવિવારની બે રજાઓને કારણે ભક્તોમાં ઉત્સાહ જોવા મળતા ભીડ જામી હતી.
શ્રાવણ માસ દરમ્યાન નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ભગવાનને વિશેષ શણગારથી ભગવાનનો શણગાર કરવામાં આવતો હોય છે જેના દર્શન કરવા માટે પણ સમગ્ર દેશભર માંથી લોકો અહીં આવતા હોય છે. નર્મદા સ્નાન કરી નીલકંઠેશ્વર મહાદેવના દર્શન કરી શિવ ભક્તો ધન્યતા અનુભવતા હોય છે. અહીં સાધુ સંતો અને પરિક્રમા વાસીઓ માટે રહેવાની અને જમવાની વ્યવસ્થાની શુલ્ક મંદિર પરિવાર દ્વારા કરવામાં આવતી હોય છે.
શ્રાવણ માસમાં હજારોની સંખ્યામાં ભક્તો નર્મદા સ્નાન કરીને મહાદેવ મંદિરના દર્શન કરવા વહેલી સવારથી જ ઉમટી પડતા હોય છે. સાવલી વાળા સ્વામીજીએ ૧૨ માસમાં જ મંદિરનું નિર્માણ પૂર્ણ કર્યું હતું. ભરૂચ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર નર્મદા નદીના કિનારે પરમ પૂજ્ય યોગીરાજ યાગનિકજીએ આ પવિત્ર સ્થળના વિકાસ માટે ટ્રસ્ટની રચના કરી હતી પરંતુ તેમનું નિધન થતાં તેમના અધૂરા રહેલા કામને પૂર્ણ કરવા માટે વર્ષ ૧૯૮૧ માં પરમ પૂજ્ય સંત સ્વામી સાવલી વાળા સ્વામીજીના સાનિધ્યમાં નવનિર્મિત શિવાલયનું ખાતમુહુર્ત થયું હતું આ શિવાલયનું નિર્માણ કે જે આજે નીલકંઠેશ્વર મહાદેવ તરીકે ખાતી પ્રાપ્ત કરે છે. ગુરુપૂર્ણિમાના પાવન પર્વ પર ભુવનનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું તે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. નર્મદા માતાની પરિક્રમા કરતા પરિક્રમા વાસીઓને તે તેમની પરિક્રમા દરમ્યાન તકલીફો સહન કરતા હોય છે તેવા સમયે પરિક્રમાવાસીઓના આશરો સ્થાન માટે નીલકંઠેશ્વર મહાદેવનું સ્થાન ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થયું છે. એક અંદાજ મુજબ વર્ષમાં હજારો પરિક્રમા વાસીઓ આ મંદિર ખાતે રોકાણ રોકાતા હોય છે. નર્મદા પરિક્રમા માટે નીકળેલા તમામ પરિક્રમા વાસીઓને નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે રહેવાની અને જમવાની સુવિધા નિશુલ્ક મંદિર પરિષદ દ્વારા કરવામાં આવતી હોય છે.





