છોટાઉદેપુર,
આજરોજ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા. ગાંધીનગર નાઓના પત્ર આધારે પોલીસ મહાનિરીક્ષક વડોદરા રેન્જ વિભાગ વડોદરા નાઓ તથા પોલીસ અધિક્ષકશ્રી છોટાઉદેપુર તથા મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી, બોડેલી ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ સરપંચશ્રીઓ સાથે પરિસંવાદનુ આયોજન કરવા જણાવેલ, જે અનુસંધાને જેતપુર પાવી પોલીસ સ્ટેશનના એલ.પી.રાણા, પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી, નાઓના દ્વારા જેતપુરપાવી પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાઓના ગ્રામ પંચાયતોના સરપંચશ્રી / ઉપ સરપંચશ્રી સાથે પરિસંવાદ જેતપુર પાવી ટાઉનમા વી.આર.શાહ સાર્વજનિક હાઇસ્કુલ ખાતે રાખવામા આવેલ. આ પરિસંવાદમા કેટલાક કિસ્સાઓમા ગામડાઓમા પોલીસને લગતા બનાવો જ્યારે બનતા હોય ત્યારે તેની જાણ સ્થાનિક પોલીસને સમયસર થતી નથી જેના કારણે કાયદાકીય કામગીરી કરવામા વિલંબ થતો હોય છે અને તેના નિવારણ માટે સરપંચશ્રીઓ સાથે પોતાના ગામડાઓમા કોઇ બનાવ બને તો પોલીસને તાત્કાલિક માહીતી મળે તેમજ શી ટીમ, સિનિયર સીટીઝન, સાયબર ફ્રોડ, ઓનલાઇન એરેસ્ટ, ટ્રાફીક અવેરનેસ, નવા કાયદાકીય જ્ઞાન વિગેરે મુદ્દાઓ ઉપર પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી તથા પોલીસ કર્મચારીઓ દ્વારા સરપંચશ્રીઓને માર્ગદર્શન આપવામા આવ્યુ તેમજ ઉપસ્થિત રહેલ તમામ સરપંચ શ્રીઓને એક વોટસ એપ ગૃપ બનાવવા આવેલ જેથી ગામડાઓમા કોઇ પણ ઘટનાની તાત્કાલીક જાણ થાય અને કાર્યવાહી કરી શકાય તે બાબતે ચર્ચા વિચારણા કરવામા આવી તેમજ હાજર રહેલ તમામ સરપંચ શ્રી નાઓનો પોલીસ સ્ટેશન વતી આભાર વ્યક્ત કરવામા આવેલ છે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : બિલાલ ખત્રી – જેતપુર પાવી, છોટાઉદેપુર






