કાલોલ,
કાલોલ તાલુકાની બોરુ પ્રાથમિક શાળા કલા મહાકુંભમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા તાલુકા કક્ષા કલાક મહાકુંભ 202526 અડાદરા ખાતે કાલોલ તાલુકાના કક્ષાના મહાકુંભ બોરુ પ્રાથમિક શાળા સાંસ્કૃતિક વિભાગ રાસ ગરબામાં પ્રથમ ક્રમે તેમજ લગ્ન ગીત સ્પર્ધામાં છ થી 14 વર્ષ જૂથ બાળાઓએ પ્રથમ ક્રમે તેમજ શાળાના શિક્ષિકાબેન કાજલબેન બારોટ ભજન સ્પર્ધામાં પ્રથમ ક્રમ વિજેતા થતા શાળા અને પંચમહાલ જિલ્લાનું કલા ક્ષેત્રે નામ ઉજાગર કરવા બદલ અને ગામનું ગૌરવ વધારવા બદલ શાળા પરિવાર વતી બાળકો બાળ કલાકારો અને આંતરિક શક્તિઓને ખીલાવા બદલ તેઓને માર્ગદર્શન શિક્ષક કાજલબેન બારોટ તેમજ તમામ બાળ સ્પર્ધકોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા સૌ સૌનો સાથ સૌનો વિકાસ તે રીતે સાંસ્કૃતિક પ્રવૃત્તિ વારસાનું જતન થાય તે ઉદ્દેશને પરિપૂર્ણ કરવા છેવાળાના ગામડાઓથી માળી શહેરોનું કલાનું કલાત્મક વાતાવરણ નિર્માણ થાય પ્રતિભાશાળી કલાકારોને અભિવ્યક્ત કરવાની તક મળી તે બદલ સમગ્ર વાલીગન ગૌરવની લાગણી અનુભવે છે તાલુકા કક્ષાએ વિજેતા સ્પર્ધકોને જિલ્લા કક્ષાએ તથા ત્યારબાદ પ્રત્યેક્ષ અને રાજ્યકક્ષાએ સ્પર્ધા માટે મોકલવા ના હોય તમામ બાળકો અને શિક્ષિકા બેન કાજલબેન બારોટને શિક્ષણ વિભાગ તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા અને આ રીતે બોરુ પ્રાથમિક શાળાનું નામ સમગ્ર રાજ્ય કક્ષાએ ગુંજતું રહે તેવી અભિલાષા વ્યક્ત કરી.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : યાત્રીક કોન્ટ્રાક્ટર – હાલોલ, પંચમહાલ





